રાજકારણ /કોંગ્રેસને રામ રામ કરી રાજીનામું આપનાર 8 પૂર્વ ધારાસભ્યો પૈકીના 5નો ભાજપમાં પ્રવેશ, મેરજા સહિતનાએ કેસરિયો ખેસ પહેર્યો
ગાંધીનગર. રાજ્યસભા ચૂંટણી પહેલા ધારાસભ્ય પદેથી રાજીનામું આપનારા 8 ધારાસભ્યો પૈકીના 5 ધારાસભ્યો શનિવારે આજે બપોરે કમલમ્ ખાતે વિધિવત્ રીતે કેસરીયો ધારણ કરી લીધો છે. કોંગ્રેસને રામ રામ કરનારા પૈકીના પાંચ પૂર્વ ધારસભ્યો કમલમ્ ખાતે પહોંચ્યા હતા. ભાજપ પ્રદેશ અધ્યક્ષ જીતુ વાઘાણી કેસરિયો ખેસ પહેરાવી ભાજપમાં વિધિવત પ્રવેશ અપાવ્યો હતો. કમલમ્ ખાતે પહોંચનાર તમામને થર્મલ સ્કિનિંગ બાદ અંદર પ્રવેશ અપાયો હતો.
કોંગ્રેસ છોડનાર પૈકીના કેટલાકને જ ટિકિટ મળવાની શક્યતા
આ આઠમાંથી ચારથી પાંચ પૂર્વ ધારાસભ્યો કાયમ માટે ભૂતપૂર્વ ધારાસભ્યો જ રહી જાય તેવું છે. ગુજરાત ભાજપના ટોચના સૂત્રો પાસેથી મળતી માહિતી અનુસાર આ આઠમાંથી માત્ર ત્રણ કે ચારને જ ટિકિટ આપી પેટાચૂંટણી લડાવાશે. ભાજપ અબડાસા બેઠક પરથી પ્રદ્યુમનસિંહ જાડેજા, કરજણ બેઠક પરથી અક્ષય પટેલ તથા ડાંગ બેઠક પરથી મંગળ ગાવિતને ચૂંટણી લડાવી શકે છે.
કયા કયા પૂર્વ ધારાસભ્યોએ ભગવો ખેસ પહેર્યો
1. પ્રદ્યુમનસિંહ જાડેજા, પૂર્વ ધારાસભ્ય, અબડાસા
2. જે.વી.કાકડિયા, પૂર્વ ધારાસભ્ય, ધારી
3. બ્રિજેશ મેરજા, પૂર્વ ધારાસભ્ય, મોરબી
4. અક્ષય પટેલ, પૂર્વ ધારાસભ્ય, કરજણ
5. જીતુ ચૌધરી, પૂર્વ ધારાસભ્ય, કપરાડા
Comments
Post a Comment