કોરોના અમદાવાદ LIVE ભાજપના બીજા ધારાસભ્ય કોરોનાની ઝપેટમાં, નરોડાના MLA બલરામ થાવાણીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
- કોંગ્રેસ પ્રવક્તા ડો.અમિત નાયકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો
- રવિવારે શહેરમાં કોરોનાના નવા કેસ 299 કરતા બમણાં દર્દી ડિસ્ચાર્જ, 20ના મૃત્યુ, કુલ કેસ 12,180 અને મૃત્યુઆંક 842
અમદાવાદ. ભાજપના નિકોલના ધારાસભ્ય જગદીશ પંચાલ બાદ હવે બીજા ધારાસભ્ય પણ કોરોનાની ઝપેટમાં આવ્યા છે. આજે નરોડાના ધારાસભ્ય બલરામ થાવાણીનોકોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને યુ.એન.મહેતા હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. જ્યારે અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રવક્તા ડો.અમિત નાયકનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.
શહેરમાં 30મેની સાંજથી 31મેની સાંજ સુધીમાં કોરોનાના 299 પોઝિટિવ કેસ નોંધાયા છે. જ્યારે 20 દર્દીના મૃત્યુ થયા છે અને 601 દર્દી સાજા થયા છે. આ સાથે અમદાવાદમાં અત્યાર સુધીમાં કેસનો આંકડો 12,180 અને કુલ મૃત્યુઆંક 842 થયો છે. જ્યારે 6,918 દર્દી સાજા થઈને ઘરે પરત ફર્યાં છે.


👍
ReplyDelete