ટગા ગામે થયેલ ખુનના આરોપીઓને રાઉન્ડઅપ કરતી પુર્વ - કચ્છ પોલીસ
મે.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ સરહદી રેન્જ ભુજ કચ્છ તથા મે શ્રી . પરીક્ષીતા રાઠોડ સાહેબ પોલીસ અધિક્ષક શ્રી , પુર્વ કચ્છ ગાંધીધામ નાઓએ સુચનો આપેલ આડેસર પો.સ્ટે પાર્ટ - એ ગુ.ર.ને ૧૧૯૯૩૦૦૫૨૦૦૬૦૧ / ૨૦૨૦ ઈ.પી.કો.કલમ .૩૦૨,૧૪૩,૧૪૪,૧૪૭ , ૧૪૮ , ૧૪૯ , તથા જી .પી. એક્ટ કલમ .૧૩૫ . મુજબનો ગુનો ગઈ તારીખ- ૨૩ / ૦૭ / ૨૦ ના ક .૧૩ / ૩૦ વાગ્યે જાહેર થયેલ અને આ ખુનનો બનાવ ટગા તા- રાપર ગામે બનેલ હોઈ અને રબારી સમાજ તેમજ મુસ્લીમ સમાજ વચ્ચે ઝઘડૉ થયેલ હોય અને આ બનાવ બાબતે વધારે કોઇ પરિસ્થતિ ન બગડે અને કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે માટે આ ગુનાના તમામ આરોપીઓને તાત્કાલીક પકડવા સુચના આપેલ જે અનુસંધાને શ્રી કે.જી.ઝાલા નાયબ પોલીસ અધિક્ષક ભચાઉ વિભાગ ભચાઉ તથા શ્રી વી.આર પટેલ નાયબ પોલીસ અધિક્ષક મુખ્ય મથક પૂર્વ કચ્છ ગાંધીધામનાઓના માર્ગદર્શન હેઠળ આ ગુનાના આરોપીઓને પકડવા લોકલ ક્રાઇમ બ્રાન્ચ પૂર્વ કચ્છ ગાંધીધામ તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પૂર્વ કચ્છ ગાંધીધામ તેમજ આડેસર પોલીસ સ્ટેશનની અલગ અલગ ટીમો બનાવામાં આવેલ અને આ ગુનાના આરોપીઓ પૈકી નીચે જણાવેલ નામ સરનામા વાળા આરોપીઓને રાઉન્ડઅપ કરવામાં આવેલ છે અને તેઓના કોવીડ -૧૯ ના રિપોર્ટ કરવા તજવીજ ચાલુમા છે
રાઉન્ડઅપ કરેલ આરોપીના નામ સરનામા : ( ૧ ) હાજીભાઇ ફકીરમામદ હીંગોરજા ( ૨ ) તારમામદ ઇસ્માઇલ હીંગોરજા ( ૩ ) અબ્બાસ મામદ હીંગોરજા ( ૪ ) હાસમ સલેમાન હીંગોરજા ( ૫ ) શેરમામદ અલી હીંગોરજા ( ૬ ) વલીમામદ ભુરાભાઇ હીંગોરજા ( ૭ ) રજબા કાસમ હીંગોરજા રહે તમામ ટગા તા - રાપર
આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇંન્સપેક્ટર એમ.એસ.રાણા એલ.સી.બી પૂર્વ કચ્છ ગાંધીધામ તથા સ્પેશ્યલ ઓપરેશન ગ્રુપ પૂર્વ કચ્છ ગાંધીધામ ટીમ તેમજ પોલીસ સબ ઇન્સપેક્ટર એ.પી.જાડેજા તથા આડેસર પોલીસ સ્ટેશન ટીમ નાઓએ આ કામગીરી કરેલ હતી
Comments
Post a Comment