રાજ્યસભાનું 'રમખાણ' કપરાડા અને કરજણના કોંગ્રેસના ધારાસભ્યોએ રાજીનામું આપ્યું, કેટલાક વધુ ધારાસભ્યો પાર્ટી છોડે તેવી અફવાઓ?
ગાંધીનગર. છેલ્લા કેટલાક વર્ષોથી ગુજરાતમાં રાજ્યસભાની ચૂંટણીમાં તોડજોડની રાજનીતિના બનાવ બન્યા છે. ત્યારે આગામી 19 જૂને રાજ્યસભાની ચાર બેઠક માટે ચૂંટણી યોજાશે. ત્યારે રાજ્યમાં કોંગ્રેસ તૂટતી હોય તેવા ઘાટ સર્જાયા છે. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરી અને કરજણના અક્ષય પટેલેએ રાજીનામું આપ્યું છે. સાથે જ કેટલાક કોંગી ધારાસભ્યો સંપર્ક વિહોણા બન્યા હોવાની અફવાઓ ચાલી રહી છે.
વિધાનસભા અધ્યક્ષે રાજીનામા સ્વીકાર્યા
વિધાનસભા અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી કોંગ્રેસના ધારાસભ્યોના રાજીનામાને સમર્થન આપીને જણાવ્યું હતું કે, ગઈકાલે સાંજે આપ્યું રૂબરૂ આવીને કરજણના ધારાસભ્ય અક્ષય પટેલે રાજીનામું આપ્યું છે. કપરાડાના ધારાસભ્ય જીતુ ચૌધરીએ પણ રાજીનામુ આપ્યું છે. બંને રૂબરૂ આવ્યા હતા. માસ્ક પહેર્યા હતા ઉતારી અને ખરાઈ કરાવી અને સહીઓ પણ ઓળખી લીધી હતી. ખરાઈ કર્યા બાદ બંનેના રાજીનામા સ્વીકારી લેવામાં આવ્યા છે.


Comments
Post a Comment