અગાઉ જુગારનો પાટલોભેંસાણનાં સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યનાં પુત્રો સહિત પાંચ શખ્સો જુગાર રમતા ઝડપાયાએક જુગારી નાસી ગયો રૂ.૮૯૭૪૦નો મુદામાલ કબ્જે

મોડી રાતે પોલીસે ભેંસાણના સરપંચ અને તાલુકા પંચાયતના સભ્યનાં પુત્રો સહિત પાંચ શખ્સોને વાડીએ જુગાર રમતા પકડીપાડતા ચકચાર મચી ગઇ  છે.
એક જુગારી નાસી ગયો હતો. પોલીસે કુલ રૂ.૮૭૭૪૦નો મુદામાલ કબ્જે કરી  તમામની સામે ધોરણસરની કાર્યવાહી કરી હતી. ભેંસાણનાં જેન્તી કાળાભાઇ બોરડની તેની ભેંસાણની  સીમમાં ઉબેણીયા મહાદેવ પાસે આવેલ વાડીનાં મકાનમાં જુગાર રમાડતો હોવાની બાતમી મળતા રાત્રીના દોઢ વાગ્યે ભેંસાણના પીએસઆઇ ડી. કે. ચોધરી અને બળવંતસિંહ  પરમાર  વગેરે દરોડો પાડયો હતો. આ કાર્યવાહીમાં પોલીસે જેન્તીભાઇ બોરડ તેમજ કિશોર રવજી હિરપરા, ધવમલ ધનસુખભાઇ ભેંસાણીયા, ગૌતમ ભુપતભાઇ  ભાયાણી, ધવલ કરશનભાઇ ડોબરીયાને રૂ.૧૭,ર૪૦ી રોકડ સાથે જુગાર રમતા પકડી પાડયા  હતા. જયારે નિલેષ ધીરૂભાઇ બોરડ નામના શખ્સ નાસી જતાં પોલીસે તપાસ હાથ ધરી છે. પોલીસે જુગારીઓ પાસેથી રોકડ તેમજ બે  મોટર સાયકલ અને મોબાઇલ ફોન મળી કુલ રૂ.૮૯૭૪૦નો મુદામાલ કબ્જે કરીને તમામની સામે   કાયદેસરની કાર્યવાહી કરી હતી. પકડાયેલા જુગારીઓમાં ગૌતમ ભેસાણના સરપંચનો પુત્ર અને ધવલ ડોબરીયા ભેંસાણ તાલુકા પંચાયતના સભ્યનો પુત્ર હોવાનું  જાણવા મળેલ છે. ભીમ અગિયારસ પહેલા જ જુગારનો પાટલો શરૂ થવાની ાસથે પોલીસે લાલ આંખ કરતા જુગારી આલમમાં હલચલ મચી ગઇ છે.

Comments