એપ ઈન ડિમાન્ડ / ટિકટોક બેન થતાં સ્વદેશી શોર્ટ વીડિયો શેરિંગ એપ ‘ચિંગારી’એ આગ લગાવી, પ્લે સ્ટોર પર 1 કરોડ ડાઉનલોડ્સ મળ્યા
- ચિંગારી એપથી યુઝર્સ વિવિધ પ્રકારના વીડિયો અપલોડ અને ડાઉનલોડ કરી શકે છે
- ગૂગલ પ્લે સ્ટોર પર એપ નવેમ્બર 2018માં લોન્ચ થઈ હતી. હાલ એપ ફ્રી કેટેગરીમાં બીજા નંબરે પહોંચી છે
- એપ અંગ્રેજી, ગુજરાતી, હિન્દી, મરાઠી સહિત કુલ 11 ભાષા સપોર્ટ કરે છે
- એપમાં ટ્રેન્ડિંગ ન્યૂઝ, એન્ટરટેઈનમેન્ટ ન્યૂઝ, ફની વીડિયો સોન્ગ અને વ્હોટ્સએપ સ્ટેટસ ડાઉનલોડ કરી શકાય છે.
સરકારે 59 ચાઈનીઝ એપ્સને ભારતમાં બેન કરી છે. તેની સાથે જ ટિકટોક સહિતની એપના દેશી વિકલ્પોની ડિમાન્ડ વધી છે. ચાઈનીઝ એપ ટિકટોક બેન થતાં હવે યુઝર્સ સ્વેદશી ટિકટોક કહી શકાય તેવી ‘ચિંગારી’ એપ તરફ વળ્યા છે. થોડા દિવસ અગાઉપ્લે સ્ટોર પર આ એપના માત્ર 10 લાખ ડાઉનલોડ્સ હતા. ટિકટોક બેન થતાં જ ગણતરીના દિવસોમાં આ આંકડો 1 કરોડને પાર પહોંચ્યો છે.
ચિંગારી એપ વર્ષ 2018માં જ લોન્ચ થઈ ચૂકી છે, પરંતુ અગાઉ ચાઈનીઝ પ્રોડક્ટ્સનો વિરોધ અને હવે ટિકટોક બેન થતાં એપ એકાએક લાઈમલાઈટમાં આવી ગઈ છે. એપના કો ફાઉન્ડર સુમિત ઘોષેગુરુવારે એપના કેટલાક આંકડાઓ દર્શાવતીએક ટ્વીટ પણ કરીછે. તે મુજબ ગુરુવારે ચિંગારી એપ પર 14.80 કરોડ વીડિયો જોવાયા હતા અને 36 લાખ વીડિયો લાઈક થયા છે. કંપનીએ એક મહિનાની અંદર 10 કરોડ ડાઉનલોડ્સનું લક્ષ્ય રાખ્યું છે.


Comments
Post a Comment