ભુજ. 108 ની ઇમરજન્સી એમ્બ્યુલન્સ સેવાઓ ગુજરાતમાં હાલે 587 સ્ટેશનો સાથે કાર્યરત છે, તેમાં વિસ્તરણ કરી 63 નવા સ્ટેશનોને મંજૂરી અપાઇ છે જે પૈકીના 3 સ્ટેશન કચ્છમાં શરૂ કરવામા આવશે. આ ઉપરાંત લખપત તાલુકાના સુભાષપર, મીંદિયાળી, પાન્ધ્રો રોડ માટે રાજ્ય સરકાર દ્વારા 3.57 કરોડ મંજૂર કરાયા હતા. અબડાસા તાલુકાના મોથાળા પીએચસી, ભુજ અને માંડવી સીએનયુમાં નવા એમ્બ્યુલન્સ સ્ટેશન ફાળવવામાં આવ્યા છે. જેનાથી કચ્છમાં 108 ની સેવાઓ વધુ કાર્યક્ષમતાથી મળશે તેમ સાંસદ વિનોદચાવડાએ જણાવ્યું હતું. આ ઉપરાંત પ્રધાનમંત્રી ગ્રામીણ સડક યોજના -3 હેઠળ માર્ગ અને મકાન વિભાગના પંચાયત હસ્તક પશ્ચિમ કચ્છના સુભાષપર, મીંદિયાળી, પાનધ્રો 6.5 કી.મી.ના રોડ માટે 3.57 કરોડ ફાળવાયા છે તેમ જણાવ્યું હતું.
Comments
Post a Comment