ભુજમાં કોમ્પ્યુટર સ્ક્રીન પર ગેમ્સ રમાડતાં પાર્લરના સંચાલક સામે નોંધાયો ગુનો
ભુજ. સ્ટેશન રોડ પર બુરહાની ગેમ્સ પાર્લરમાં સોશીયલ ડિસ્ટન્સ ન રાખી 15 જેટલા યુવકોને ગેમ્સ રમાડતા પાર્લરના સંચાલક સામે બી ડિવિઝન પોલીસ મથકમાં જાહેર નામાનો ભંગ બદલ ગુનો નોંધી કાર્યવાહી કરવામાં આવી છે. ભુજ સીટી ટ્રાફિક પીએસઆઇ વનરાજસિંહ ઝાલા અને તેમની ટીમે પેટ્રોલીંગ દરમિયાન બલરામ કોમ્પ્લેક્સના ગ્રાઉન્ડ ફ્લૉર પર આવેલા ‘બુરહાની ગેમીંગ કાફેમાં ટોળું ભેગુ કરીને સોસીયલ ડિસ્ટન્સ ન જાળવીને કોમ્પ્યુટર સ્ક્રીન પર વરચ્યુઅલ ગેમ્સ રમાડતા કાફેના સંચાલક અબ્બાસ મુર્તઝા માંડવીવાલા રહે. વોરા કોલોની મુન્દ્રા રોડ સામે ભુજ બી ડિવિઝન પોલીસ મથકે જાહેરનામા ભંગ કરવા બદલ ગુનો નોંધાવ્યો હતો.


Comments
Post a Comment