અમદાવાદ શહેરના વાતવરણમાં પલટો આવતા ભારે પવન ફુંકાયા બાદ ધોધમાર વરસાદ શરૂ, ધૂળની આંધીથી વાહન ચાલકો પરેશાન

અમદાવાદ. અમદાવાદમાં આજે સાંજે વાતાવરણમાં અચાનક જ પલટો આવ્યો હતો. શહેરમાં તોફાની પવન ફુંકાવા લાગ્યો હતો, જેને કારણે છાપરાઓ પણ ઉડવા લાગ્યાહતા. ધૂળની આંધીથી વાહન ચાલકો પણ પરેશાન થઈ ગયા હતા. ધુળની ડમરીઓ ઉડ્યા બાદ વરસાદ શરૂ થયો હતો.ચોમાસાના સત્તાવાર આગમનને થોડા દિવસની વાર છે ત્યારે વાતવરણમાં આવેલા પલટાથી અમદાવાદીઓને ગરમીમાંથી અંશતઃ રાહત મળી હતી. શહેરના એસ.જી હાઈવે, સેટેલાઈટ, વસ્ત્રાપુર, નારણપુરા, બોપલ, મકરબા સહિતના વિસ્તારોમાં ભારે પવન ફુંકાઈ રહ્યો છે.

Comments