ટોપ કોપ એ.કે. સુરોલીયા નિવૃત : અસલી એન્કાઉન્ટરનું છેલ્લુ પાનુ પણ બંધ
ગુજરાતમાં 1980થી 1990 દરમિયાન જો ક્રિમીનલો કોઇપણથી પણ સૌથી વધુ ફફડ્યા હોય તો તે આઈપીએસ અધિકારી એ કે સુરોલીયા જેઓ 31 તારીખના રોજ નિવૃત થયા છે. બાદમાં તેઓ એટીએસમાં પણ કામ કર્યું અને ગુજરાતના અનેક એન્કાઉન્ટરમાં તેમની ભૂમિકા હતા. વડોદરા પાસે છ ત્રાસવાદીઓને ખાત્મો કરવાનો યશ તેમને જાય છે. તો ચંગેઝપોલમાં પાંચ ગેંગસ્ટર ઠાર થયા તેમાં તેમનું સુપરવીઝન હતું પણ સૌથી મહત્વનું એ છે કે 1997માં અબ્દુલ લતીફનું એન્કાઉન્ટર એ તેમની કારકિર્દીનું સૌથી મહત્વનું કામ બની રહ્યું છે. બાદમાં તેઓ કેન્દ્રમાં ડેપ્યુટેશન પર પણ જઇ આવ્યા અને 10 વર્ષ પછી પાછા આવ્યાં અને ગુજરાત એટીએસમાં 2012 પછી આવ્યાં. તેઓ એડીશનલ ડીજીપી સુધી પહોંચ્યા હતાં. અને ડીજીપીનું પણ પ્રમોશન મેળવ્યું. એ કે સુરોલીયાને જાંબાઝ અધિકારી તરીકે રાજ્યના પોલીસ દળમાં તેમની કામગીરી કાયમ માટે સુવર્ણ અક્ષરે લખાય તેવી છે. તેઓએ કરેલા એકપણ એન્કાઉન્ટરમાં કદી કોઇ પ્રશ્ર્ન ઉઠાવી શક્યું નહીં. અને એટીએસમાં પણ તેઓએ ગુજરાતના આ બ્રાંચની ધાર તીક્ષ્ણ બનાવવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી.


Comments
Post a Comment