અમદાવાદ વસ્ત્રાપુરમાં કરફ્યુ સમયે યુવતી સહિત ત્રણ નબીરાઓ કાર લઈને નીકળ્યા, પોલીસે ધરપકડ કરી

  • પોલીસે હિમાલયા મોલ પાસે રાતના સમયે એક ઈન્ડીકા કારની અટકાયત કરી હતી
  • વસ્ત્રાપુર પોલીસે ત્રણેયની ધરપકડ કરીને તેમની કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે
  • અમદાવાદ. ગઈકાલ રાતે વસ્ત્રાપુરમાં દારૂ પીધેલી હાલતમાં કાર લઈને નીકળેલા યુવતી સહિત ત્રણ લોકોની પોલીસે ધરપકડ કરી છે. પોલીસ હિમાલયા મોલ પાસેના પોઈન્ટ પર ઉભી હતી. ત્યારે એક રોડ પર પસાર થતી એક કારને રોકીને તેની તપાસ કરવામાં આવી હતી. કારમાં એક યુવતી તેમજ બે યુવકો દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા હતા. વસ્ત્રાપુર પોલીસે ત્રણેયની ધરપકડ કરીને તેમની કાર કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.

    કોરોનાના કારણે હાલમાં દેશભરમાં રાત્રે 9થી સવારે 5 વાગ્યા સુધી કરફ્યુ જાહેરમાં આવ્યો છે. જેથી અમદાવાદમાં પોલીસ જગ્યાએ જગ્યાએ પોઈન્ટ પર ફરજ બજાવી રહી છે. ત્યારે રાતના સમયે એક ઈન્ડીકા કાર રોડ પર ફરતા પોલીસે તેની અટકાયત કરી હતી. જેમા યુવતી સહિત ત્રણ લોકો બેઠા હતા. પોલીસે પૂછપરછ કરતા ત્રણેય દારૂના નશામાં હોવાનું જાણવા મળ્યું હતું. પોલીસે તાત્કાલિક ત્રણેયને કારમાંથી નીચે ઉતારી તેમની ધરપકડ કરી હતી તેમજ કારને પણ જપ્ત કરવામાં આવી હતી. પૂછપરછ કરતા જાણવા મળ્યું કે, યુવતી વસ્ત્રાપુર, યુવક બોડકદેવ તેમજ અન્ય એક યુવક સ્વાતી સોસાયટીનો રહેવાસી છે.

Comments