નિર્ણય સરકાર પ્રા. શાળાના બાળકોને ઓનલાઇન ભણાવશે, શાળાને ‘ઓડિયો-વિઝ્યુઅલ લર્નિંગ કન્ટેન્ટ’ તૈયાર કરવા સૂચના, ચેક કરો કાર્યક્રમ

  • આગામી 15મી જૂનથી DD GIRNAR ચેનલ પરથી શૈક્ષણિક કાર્યક્રમોનું પ્રસારણ થશે
  • ટૂંક સમયમાં વિદ્યાર્થીઓનું ટાઇમટેબલ જાહેર કરવામાં આવશે
  • અમદાવાદ. કેન્દ્ર સરકારના જાહેરનામા પ્રમાણે 30 જૂન સુધી શાળાઓને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને ઘરે પુસ્તક પહોંચાડી તેમને હોમ લર્નિંગની સિસ્ટમ મુજબ ભણાવવાના રહેશે. હોમ લર્નિંગ માટે શાળાએ સાહિત્ય, ઓનલાઇન એજ્યુકેશન, મોબાઇલની મદદથી અથવા ટેલિવિઝનની મદદથી ભણાવવાનો પ્રબંધ કરવો પડશે. આગામી 15મી તારીખથી DD GIRNAR પર બાળકો માટેના શૈક્ષણિક કાર્યક્રમનું પ્રસારણ કરવામાં આવશે. આ માટે GCERT અને ગુજરાત માધ્યમિક તથા ઉચ્ચ માધ્યમિક શિક્ષણબોર્ડ સમયપત્રક આપશે. આ પ્રસારણની જાણ કરવાની જવાબદારી શિક્ષકોને સોંપવામાં આવશે. આ ઉપરાંત શાળાએ પણ દરેક બાળકને કાર્યક્રમનો લાભ લઈ શકે તે માટે જાણ કરવાની રહેશે.
  • મધ્યાહન ભોજનની વ્યવસ્થા સરકાર કરશે
    જેમાં ધોરણ 3થી 5 માટે સમગ્ર શિક્ષા અભિયાન, ધોરણ 6થી 8 માટે GCERT અને ધોરણ 10 અને 12 માટે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા AUDIO VISUAL LEARNING CONTANT તૈયાર કરવાનું રહેશે. હોમ લર્નિંગ દરમિયાન મધ્યાહન ભોજન માટે કુકિંગ કોસ્ટ અને અનાજ વિતરણની વ્યવસ્થા રાજ્ય સરકાર કરશે. આ ઉપરાંત દરેક વિદ્યાર્થીને બુક્સ અને તેને લગતું સાહિત્ય પહોંચાડવાની જવાબદારી શાળાની રહેશે

    પ્રવેશ પ્રકિયા ચાલુ કરવાની જાહેરાત કરી
    આ સિવાય સરકારે આગામી 8મી જૂનથી ધોરણ 1થી 9 સુધીના વિદ્યાર્થીઓની પ્રવેશ પ્રકિયા ચાલુ કરવા માટે શાળાઓને જાણ કરી છે. આ માટે શાળાએ જરૂરી શિક્ષકોને પણ શાળાએ બોલાવવાની વ્યવસ્થા કરવાની રહેશે. આ ઉપરાંત દરેક શાળાએ વિદ્યાર્થીઓને આગામી 8મી જૂનથી 13મી જૂન સુધીમાં જરૂરી પાઠ્યપુસ્તકો પહોંચાડવાના રહેશે.

Comments