માનવતા નહીં પોલીસ મરી ખટોદરાના બે કોન્સ્ટેબલના અત્યાચારનો ભોગ બનેલા વોચમેને પોલીસમાં લખાવ્યું કે, મારી કોઇ ફરિયાદ નથી

  • ફરિયાદ નહીં કરવી એ ઇચ્છા છે કે મજબૂરી?
  • પોલીસની બર્બરતાનો શિકાર ભટારના આ વોચમેનના 3 નિવેદનો વાંચો ખ્યાલ આવી જશે કે ન્યાય મળ્યો છે કે નહીં?
  • સુરત. ભટાર ટેનામેન્ટ પાસે સંકલ્પ શોપિંગ સેન્ટરમાં સિક્યુરિટી ગાર્ડ તરીકે નોકરી કરતા તેજ બહાદુરને ખટોદરાના પોલીસ કોન્સ્ટેબલ બળવંતસિંહ ધીરૂભા અને રણજીતસિંહ ભરતસિંહએ વગર વાંકે માર માર્યો હતો. આ ઘટનામાં કોન્સ્ટેબલોની ભૂલ સીસીટીવી કેમેરામાં દેખાતી હોવાથી તરત જ પોલીસ કમિશનર આર.બી.બહ્રભટ્ટે બન્ને પોલીસ કર્મીઓને તાત્કાલિક સસ્પેન્ડ કરી દીધા હતા. ખટોદરા પોલીસ બન્ને કોન્સ્ટેબલને કોના કહેવાથી બચાવી રહી છે, તે એક તપાસનો વિષય છે. આ બાબતે એસીપી એન. એસ. દેસાઈએ કહ્યું કે વોચમેનનું અમે નિવેદન લીધું તેમાં તેણે ફરિયાદ કરવાની ના પાડી છે.

    તા. 25-05-20

    નિવેદન-1 : પોલીસે મને પાર્કિંગમાંથી રોડ ઉપર લઇ લાકડાના ફટકા માર્યા. હું કાલે ફરિયાદ નોંધાવીશ.

    તા. 26-05-20

    નિવેદન-2 : હું ખટોદરા પોલીસ સ્ટેશનમાં ગયો ત્યારે સાહેબ નથી એવું કીધું . મને ન્યાય તો નહીં ધક્કા જ મળ્યા.

    તા. 05-06-20

    નિવેદન-3 : મારા માતા-પિતાએ નાપાડી છે. હું એસીપી સમક્ષ લખાઇ આવ્યો છું કે મારી કોઇ ફરિયાદ નથી.

    માનવાધિકારની ફરિયાદ થઇ શકે
    જે વ્યક્તિને મારવામાં આવ્યો છે તેણે ફરિયાદ ન કરી હોય તો પોલીસ સરકાર તરફથી ફરિયાદ નોંધી શકે છે. આવો કેસ જ્યારે કોર્ટમાં ચાલે ત્યારે માર ખાનારી વ્યક્તિએ કોર્ટમાં આવીને કહેવું પડે કે તેને માર મરાયો છે. બીજો એક વિકલ્પ એ છે કે તે માનવ અધિકાર પંચમાં પણ ફરિયાદ કરી શકે છે. ફરિયાદ કરનારી વ્યક્તિએ પોલીસ તપાસમાં સહકાર પણ આપવો પડે. > નિવૃત્ત ન્યાયાધિશ


Comments