સૌરાષ્ટ્રમાં વરસાદ જસદણ,જેતપુર, બોટાદ પંથકમાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ, જાફરાબાદમાં નદી-નાળા વહેતા થયા

  • અમરેલી શહેરમાં પણ ધીમી ધારે વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી
  • ભાવનગરમાં ઉપરના માળનો કાટમાળ ધરાશાયી થતા બાઇકનો કચ્ચરઘાણ
  • અમરેલી. જસદણ અને જેતપુર તાલુકામાં ભારે પવન અને ગાજવીજ સાથે ધોધમાર વરસાદ વરસ્યો હતો. રસ્તાઓ પણ પાણી ભરાયા હતા. બીજી તરફ જાફરાબાદમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો. જાફરાબાદના માણસા, લોક, હેમાળ, દુધાળા, સરોવડા, કાતર સહિતના ગામોમાં વરસાદ વરસ્યો હતો. ખાંભામાં આજે ત્રીજા દિવસે મેઘરાજાનું આગમન થયું હતું. સવારે અસહ્ય ગરમી બાદ વરસાદનું આગમન થતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. વરસાદી પાણીથી રોડ પર નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા હતા. આથી થોડીવાર માટે વાહનચાલકો અને રાહદારીઓ થંભી ગયા હતા. જસદણના આટકોટમાં પણ ધોધમાર વરસાદ વરસ્યો હતો.રાજુલાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદ વરસ્યો હતો. રાજુલાના જીંજકા, ડંગુ, માંડળ સહિત આસપાસના ગામોમાં સતત બીજા દિવસે વરસાદ વરસ્યો હતો. ખેતરો પાણી પાણી થઇ ગયા છે. ભાવનગરના જોગીવાડ વિસ્તારમાં આંબલીના ખાંચામાં ઈકબાલભાઈ અહેમદભાઈની માલિકીના મકાનના ઉપરના માળનો કાટમાળ ધડાકાભેર નીચે પાર્ક કરેલી બાઈક પર પડતા બાઈકને નુકસાન પહોંચ્યું હતું.ખાંભાનાં આજે વધુ બે ઇંચ વરસાદ નોંધાયો છે. ધોધમાર વરસાદથી ખઆંભાના રોડ-રસ્તા પાણી પાણી થયા છે. બજારોમાં વરસાદી પાણી ભરાયા છે.

Comments