પૂર્વ કચ્છના પાંચ એએસઆઈને પીએસઆઈ પદે મળ્યું પ્રમોશન
સુરત શહેરમાં બદલી કરાઈ
પૂર્વ કચ્છ પોલીસમાં ફરજ બજાવતા પાંચ એએસઆઈને પીએસઆઈ પદે બઢતી આપવામાં આવી છે આ સાથે પોલીસ કર્મીઓની સુરત શહેરમાં બદલી કરાઈ છે . પૂર્વ કચ્છ પોલીસ બેડામાં ફરજ બજાવતા પાંચ બિનહથિયારી એએસઆઈ ખાતાકીય પરીક્ષામાં તથા શારીરિક કસોટીમાં પાસ થયા હતા . આ અંગે રાજ્યની વડી અદાલત , ગૃહ વિભાગના આદેશ બાદ પાંચેયને બઢતી અપાઈ છે . એસઓજીમાં ફરજ બજાવતા પૃથ્વીરાજસિંહ ભીમજી જાડેજા , ગાંધીધામ એ ડિવિઝનમાં ફરજ બજાવતા હિરેનકુમાર જયંતીલાલ મચ્છર , જિલ્લા ટ્રાફિકના દિલીપકુમાર બાબુલાલ ઠક્કર , અંજારમાં ફરજ બજાવતા ઈકબાલ અબ્દુલ્લા આરબ અને અરૂણ આઈદાન ગઢવીને હંગામી ધોરણે બિનહથિયારી પીએસઆઈ તરીકે બઢતી આપવામાં આવી છે . સાથે પાંચેય પોલીસ કર્મીઓની સુરત શહેરમાં બદલી કરવામાં આવી છે .


Comments
Post a Comment