પત્રકારો પર થતા હુમલા ચિંતાજનક અને નિંદનીય

ભુજમાં પત્રકારોની બેઠકમાં માંડવીના હુમલાને વખોડાયો : સંગઠન પર ભાર મુકાયો

ભુજ. પત્રકારોને ડરાવવા કે તેમના પર હુમલો કરવાના વધતા જતા બનાવો નીંદનીય અને ચિંતાજનક લેખાવી તેના પ્રતિકાર માટે કચ્છમાં પત્રકારોની એકતા માટે હિમાયત કરાઇ હતી.માંડવીમાં બે દિવસ પૂર્વે દિવ્ય ભાસ્કરના પત્રકાર સુરેશગીરી ગોસ્વામી ઉપર માંડવી બાર એસો.ના પ્રમુખ ખેરાજ એન. રાગ અને તેના બે સાગરીતોએ સમાચાર મુદ્દે મનદુ:ખ રાખી જાહેરમાં માર માર્યો હતો.

જે બનાવની ગંભીરતાને ધ્યાને લઇ ભુજમાં પ્રિન્ટ, ઇલેક્ટ્રોનિક મીડિયાના પ્રતિનિધિઓની રવિવારે મળેલી બેઠકમાં પત્રકારો પર આવા હુમલાઓ સ્વતંત્રતા પર તરાપ હોવાનું માની ભવિષ્યમાં કોઇ હિમ્મત ન કરે તે માટે સંગઠન રચવાનું નક્કી કરાયું હતું. પત્રકારને જાહેરમાં માર મારી તેના પર હુમલો થયાના બનાવને સખત વખોડીને ધાક બેસાડતી કાર્યવાહી થાય જેથી આવતા દિવસોમાં આવા વધુ બનાવો ન બને તેવો એક સુર વ્યકત થયો હતો. મીડિયા કર્મચારીઓ એકજુથ થઇ બનાવ સંદર્ભે પોલીસ સત્તાધીશોને રજૂઆત કરશે. બેઠકમાં ખાસ્સી સંખ્યામાં મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Patrkar ekta sangthan

Comments