જુનાગઢ બીબીએનો છાત્ર ઇ-પેમેન્ટથી કરે છે વેપાર
જૂનાગઢ. કોરોનાની મહામારીથી જનજીવન પર ભારે અસર જોવા મળી છે. કોરોનાના સંક્રમણને ધ્યાને લય જૂનાગઢના બીબીએ માં અભ્યાસ કરતા અને પોતાના પિતાનો વ્યવસાય સંભાળતા વેપારી દિવ્યેશ મકવાણાએ ઇ પેમેન્ટની સુવિધા પોતાની રેંકડી પર ઉપલબ્ધ કરી છે. જેથી ફ્રૂટની ખરીદી કરવા આવતા લોકો રોકડને બદલે મોબાઈલ દ્વારા પેમેન્ટ ચૂકવી રહ્યા છે. જ્યારે હાલ કેરીની સિઝન હોય બહારથી આવતા લોકો પાસે રોકડ રકમ ઓછી હોઈ છે ત્યારે લોકો માત્ર મોબાઈલ ઇન્ટરનેટથી પેમેન્ટ ચૂકવી કેરીની ખરીદી કરી રહ્યા છે. વેપારી રોજ 3 થી 4 હજારનું ઇ પેમેન્ટથી કેરીનું વેચાણ કરે છે.
રોકડનું ભારણ ઘટયું, સલામતી વધી
ટીવીમાં એડ જોઈ મને વિચાર આવ્યો કે ઇ પેમેન્ટથી રોકડનું જોખમ પણ ઘટશે અને ડાયરેક્ટ બેંકમાં રૂપિયા જમા થઈ જશે. જેથી રોકડ પડવા તેમજ જોખમ સાથે ન હોવાથી સલામતી પણ વધી છે. હું પણ પોતાના 10 થી 15 હજાર સુધીના બિલ ઓનલાઇન જ ચૂકવું છું. - દિવ્યેશ મકવાણા, વેપારી


Comments
Post a Comment