ભુજમાં વનતંત્રના એક અધિકારીને અમદાવાદમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે
ભુજમાં વનતંત્રના એક અધિકારીને અમદાવાદમાં કોરોના પોઝિટિવ હોવાનું સામે આવ્યું છે . તેવામાં આરોગ્ય તંત્ર હરકતમાં આવ્યું છે અને અધિકારીના સંપર્કમાં આવેલા લોકોને ક્વોરેન્ટાઈન કરવાની કામગીરી આદરાઈ છે . પ્રાપ્ત વિગતો મુજબ વનતંત્રમાં ફરજ બજાવતા અધિકારી ગત ર ૬ મી તારીખે મહેસાણાથી આવીને પોતાનો ચાર્જ સંભાળ્યો હતો . ૨૭ મીએ રેસ્ટ રાખ્યા બાદ ૨૮ મીએ પુનઃ કચેરીમાં ફરજ બજાવા પહોંચ્યા હતા . દરમિયાન આ અધિકારીને પથરીની બિમારીની પીડા ઉપડતાં તેઓ ૨૮ મીએ બપોરે ૩ વાગ્યે ભુજની લેવા પટેલ હોસ્પિટલમાં દાખલ થયા હતા . લેવા પટેલ હોસ્પિટલમાં બે - ત્રણ દિવસ ટ્રીટમેન્ટ કરાવ્યા બાદ બીજી જૂને અમદાવાદ રિફર થયા હતા . જ્યાં કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો . વનતંત્રના અધિકારીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યાની જાણ જિલ્લાના આરોગ્ય તંત્રને કારાતા પોઝિટિવ દર્દીના સંપર્કમાં આવેલા વનતંત્રની ઓફિસના બે કર્મચારીઓ તેમજ લેવા પટેલ હોસ્પિટલના અમુક તબીબો તેમજ સ્ટાફને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યો છે .


Comments
Post a Comment