ગાંધીધામના ૬૦ વર્ષિય કોરોના પોઝિટીવ દર્દીનું મોત થયું આજે કચ્છમાં આવેલ બે પોઝિટીવ દર્દીઓમાંથી ગાંધીધામ સેક્ટર પમાં રહેતા કે.નાગેશ્વર રાવનું મોત નિપજ્યું છે .

સુરતથી ગાંધીધામ આવેલાં 60 વર્ષિય કે.નાગેશ્વર રાવ નામના વૃધ્ધનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યાના ગણતરીના કલાકોમાં તેમનું નિધન થયું છે . જિલ્લા વિકાસ અધિકારી પ્રભવ જોશીએ જણાવ્યું કે , આજે સાંજે તેમનો રીપોર્ટ પોઝીટીવ આવ્યા બાદ તેમને હરિઓમ હોસ્પિટલથી ભુજ જી.કે. જનરલ હોસ્પિટલમાં રીફર કરાયાં હતા . જી.કે.માં ટૂંકી સારવાર બાદ તેમણે દમ તોડી દીધો છે . નાગેશ્વર રાવ COPD ના ટૂંકા નામે પ્રચલિત ક્રોનિક ઓસ્ટ્રક્ટીવ પલ્મોનરી ડિસીઝ ( અસ્થમા ) થી લાંબા સમયથી પીડાતાં હતા . ગાંધીધામના તાલુકા આરોગ્ય અધિકારી ડૉ . દિનેશ સુતરીયાના જણાવ્યા મુજબ મૃતક સુરતના લિંબાયત વિસ્તારમાં રહેતા હતા અને તેમના બે પુત્રો ગાંધીધામ સેક્ટર પાંચમાં રહે છે . તેમના પત્નીનું 29 મેનાં રોજ સુરતમાં મૃત્યુ નીપજ્યું હતું . નાગેશ્વર રાવ પત્નીના મૃતદેહને લઈ અંતિમ સંસ્કાર કરવા માટે ગાંધીધામ આવ્યા હતા અને 30 મી મેનાં રોજ ગાંધીધામમાં તેમના પત્નીના અંતિમ સંસ્કાર કરવામાં આવ્યા હતા . દરમિયાન , ગઈકાલે તેમને શ્વાસોચ્છવાસની તકલીફ સર્જાતાં આરોગ્ય વિભાગે તેમનું સેમ્પલ લેવડાવી આદિપુરની હરિઓમ હોસ્પિટલમાં દાખલ કર્યા હતા . રાત્રે શ્વાસોચ્છવાસની તકલીફ વધી જતાં બાયપેપની મદદથી સારવાર શરૂ કરાઈ હતી . કચ્છમાં કોરોનાથી આ ચોથું મોત નીપજ્યું છે . અલબત્ત , રાપરની એક યુવતીનો રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો પરંતુ તેનું મૃત્યુ કોરોનાથી નહીં પરંતુ ગાયનેકોલોજીકલ તકલીફથી ડેથ  ઓડિટ રિપોર્ટ જાહેર કર્યો હતો 

Comments