ફી માટે ખાનગી શાળા કરે દબાણ તો સરકારને કરો ફરિયાદ : મુખ્યમંત્રી વાલી કરશે ફરિયાદ તો લેવાશે પગલા
કોરોનાકાળ અને લોકડાઉન વચ્ચે રાજ્યની કેટલીક ખાનગી શાળાઓ સામે વાલીઓની ફરિયાદ ઉઠી છે કે એક તો કામધંધા બંધ થયા બાદ માંડ ખુલ્યા છે , અને ખાનગી શાળાઓ ફી ની ઉઘરાણી કરે તો કેમ ફી ભરવી .. ? એક ખાનગી ન્યૂઝ ચેનલ સાથેની વાતચીત દરમિયાન રાજ્યના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ આ સવાલના જવાબમાં એટલી વાત સ્પષ્ટ કરી કે ફી માટે જો કોઈ ખાનગી શાળા દબાણ કરે તો વાલીઓએ સરકારને આ અંગે ફરિયાદ કરવી જોઈએ અને સરકાર આ શાળા સામે પગલા લેશે .


Comments
Post a Comment