ગાંધીધામમાંથી રેલ્વે કર્મચારી પાસેથી ચલાવાઈ લૂંટ
બાઈક પર આવેલા બે લૂંટારૂઓએ મોબાઈલ તેમજ રોકડ રૂ .૪૨૦૦ મળીને ૯૨૦૦ ની ચલાવી લૂંટ ગાંધીધામ : શહેરમાં આવેલ પટેલ ટ્રાવેલ્સની ઓફિસ નજીકના સર્વિસ રોડ ઉપરથી એક રેલ્વે કર્મચારી પાસેથી બે બાઈક સવારોએ લૂંટ ચલાવી હતી . આરોપીઓએ છરી બતાવી મોબાઈલ તેમજ રોકડ રકમ લૂંટીને ફરાર થઈ ગયા હતા . ગાંધીધામ એ ડિવિઝન પોલીસ મથકે નિરંજનકુમાર પ્રભુસાવ ગુપ્તાએ નોંધાવેલી ફરિયાદ મુજબ તેઓ પોતાની નોકરી પરથી પરત ઘેર ફરતા હતા અને પગે ચાલીને જતા હતા તે દરમ્યાન બાઈક પર આવેલા બે અજાણ્યા ઈસમોએ લૂંટની ઘટનાને અંજામ આપ્યો હતો . હાજીપીર હોટલ તરફથી આવેલા બે શખ્સોએ ફરિયાદીના ખિસ્સામાં હાથ નાખીને મોબાઈલ ફોન ઝુંટવી લીધો હતો તેમજ છરી બતાવીને ફરિયાદીને રોડની સાઈડમાં લઈ જઈને પર્સમાંથી રોકડા રૂ .૪૨૦૦ મળીને કુલ રૂ .૨૦૦ ની લૂંટ ચલાવી નાસી ગયા હતા . બનાવને પગલે ગાંધીધામ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધતા પીએસઆઈ જ્યોત્સનાબેન ચાવડાએ આગળની તપાસ હાથ ધરી છે .


Comments
Post a Comment