કચ્છ જીલ્લામાં અન્ય રાજ્યમાંથી આવતા લોકોને હવે હોમ ક્વોરંટાઇન કરાશે
નિયમોમાં છુટછાટ સાથે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા નવું જાહેરનામું અમલી ભુજ કચ્છ જીલ્લામાં કચ્છ બહારથી ગુજરાતમાં થી આવતા લોકોને હોમસ્ક્વોરંટાઇન માંથી મુક્તી આપવામાં આવ્યા બાદ લોકડાઉનના નિયંત્રણો વધુ હળવા બનાવતા આજે જીલ્લા વહીવટીતંત્ર દ્વારા નવું જાહેરનામું બહાર પાડવામાં આવેલ છે જેમાં અન્ય રાજ્યોમાંથી આવતા લોકોને હવે હોમસ્ક્વોરંટાઇન કરવામાં આવશે અને તેમણે ઇન્સ્ટીટ્યુટલ ક્વોરંટાઇનમાંથી મુક્તી આપવામાં આવેલ છે જો કે તેમણે સક્ષમ અધીકારી સમક્ષ સ્ક્રીનીંગ કરાવવાનું રહેશે . આ અંગે જીલ્લા કલેક્ટર પ્રવીણા ડી.કે. દ્વારા મોડી સાંજે બહાર પાડવામાં આવેલા જાહેરનામામાં જણાવ્યા મુજબ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કે જે ડોમેસ્ટીક ફ્લાઇટથી આવતા હોય અથવા રસ્તા , રેલમાર્ગે આવતા હોય અને અગાઉ ભારત દેશમાં ક્વોરંટાઇન થયા ન હોય તેવા પ્રવાસીઓ ફરજીયાત દસ દિવસ સંસ્થાકિય ક્વોરંટાઇન અને ચાર દિવસ હોમ ક્વોરંટાઇન થવાનું રહેશે અને આ અંગે જે તે સંસ્થાના દર અને ધારા ધોરણ લાગુ પડશે.પરંતું તેમાં માનવીય તકલીફ ધરાવતી વ્યક્તી , સગર્ભા મહીલા , કુટુંબના સભ્યનું મૃત્યુ , ગંભીર બીમારી , 10 વર્ષથી ઓછી ઉંમરનું બાળક અને તેની સાથે તેના માતા પિતા અને સાંઇઠ વર્ષથી વધુ ઉંમરની વ્યક્તીને હોમસ્ક્વોરંટાઇન થવાનું રહેશે .
વ્યવસાયીક કારણોસર બીઝનેસ ટ્રીક કારણોસર કચ્છ જીલ્લામાં આવતા હોય અને ટુંકા રોકાણ બાદ પરત જવાના હોય તેઓએ સંસ્થાકીય કે હોમ ક્વોરંટાઇન થવાની જરુરીયાત રહેશે નહિં.પરંતુ તેમણે સક્ષમ અધીકારી સમક્ષ તેઓના ટ્રાવેલ પ્રોગ્રામની વિગતો રજુ કરવાની રહેશે.તેઓએ ફરજીયાત પણે મેડીકલ સ્ક્રીનીંગ કરાવવાનું રહેશે . નજીકના સંબંધીના મૃત્યુના કારણસર કે મેડીકલ ઇમરજન્સીના કારણસર આવતા હોઇ ટુંકા રોકાણ બાદ પરત જવાના હોઇ પરંતુ આ અંગેના આધારો ફરજ ઉપર નિયુક્ત અધીકારી પાસે રજુ કરવાના રહેશે . નજીકના સંબંધીના મૃત્યુના કારણસર કે મેડીકલ ઇમરજન્સીના કારણસર આવતા હોઇ ટુંકા રોકાણ બાદ પરત જવાના હોય તેમને આમાંથી છુટછાટ આપવામાં આવી છે અન્ય એક મહત્વના નિર્ણયમાં અન્ય રાજ્યોમાંથી ઔધૌગીક એકમોમાં આવતા શ્રમિકોએ જે તે એકમના પ્રિમાઇસીસમાં ક્વોરંટાઇન અંગેની વ્યવસ્થા કરવા જણાવવામાં આવેલ છે . આ ઉપરાંત અન્ય રાજ્યમાં ફસાયેલા ગુજરાતી પ્રવાસીઓ , વિધાર્થીઓ , શ્રમિકો રેલ્વે દ્વારા શ્રમિક ટ્રેન કે સ્પેશ્યલ ટ્રેનથી આવે ત્યારે ગુજરાત સરકારની સુચના મુજબ તેમણે ફરજીયાત ત્રણ દિવસ સંસ્થાકિય ક્વોરંટાઇન અને 11 દિવસ હોમ ક્વોરંટાઇન થવાનું રહેશે .



Comments
Post a Comment