વરસાદ પાલિતાણામાં નાળિયેરીના વૃક્ષ પર વીજળી પડી, દ્રશ્યો કેમેરામાં કેદ થયા
ભાવનગર. પાલિતાણામાં એક વૃક્ષ પર વીજળી પડી હતી.પાલિતાણા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં આજે ગાજવીજ સાથે વરસાદ વરસ્યો હતો. ભીમ અગિયારસના દિવસે વરસાદ થતાં ખેડૂતો તેને શુભ માની રહ્યા છે. પાલિતાણામાં ગાજવીજ સાથે વરસાદ વરસી રહ્યો હતો ત્યારે હાઉસિંગ બોર્ડ વસાહતમાં રહેતા રાણીંગા મુકેશભાઈ અરવિંદભાઇના મકાનના ફળીયામાં રહેલ નાળિયરના વૃક્ષ પર વિજળી પડી હતી. જે તેમની સામે રહેતા વ્યક્તિએ આ દ્રશ્યને કેમેરામાં કેદ કરી લીધું હતું. જો કે વીજળી પડવાના કારણે મકાનને નુકસાન થયું નથી.


Comments
Post a Comment