રજૂઆત જૂનાગઢ શહેરમાં થતી ભૂગર્ભ ગટરની કામગીરીમાં મસમોટું કૌભાંડ

  • આઝાદી પહેલાની ભૂગર્ભ ગટરમાં કોઇ ફરિયાદ નથી
  • પૂર્વ નગરસેવકની સનસનીખેજ આક્ષેપ સાથે રજૂઆત
જૂનાગઢ. શહેરમાં થતી ભૂગર્ભ ગટરની કામગીરીમાં અનેક ક્ષતિઓ રાખી દઇ મસમોટું કૌભાંડ કરવામાં આવી રહ્યાના સનસનીખેજ આક્ષેપ સાથે આ મામલે કમિશ્નરને રજૂઆત કરાઇ છે. આ અંગે પૂર્વ નગરસેવક રજાકભાઇ મહિડાએ કમિશ્નર તુષાર સુમેરાને પત્ર પાઠવ્યો છે. પત્રમાં જણાવાયું છે કે, ભૂગર્ભ ગટરના કામમાં પાઇપની સાઇઝ માસ્ટર પ્લાન મુજબ નથી. પાઇપ આઇએસઆઇ માર્કાના નથી.પાઇપ ફિટીંગમાં ઉત્તરોતર ઢાળ નથી. એકબીજા પાઇપનું ફિટીંગ સિમેન્ટ કેમીકલથી જોઇન્ટ કરેલ નથી. ફાયરની ગાડીના પાણીના ફોર્સથી ગટરો સાફ થતા જોઇન્ટ થયેલા પાઇપ લીકેજ થાય છે. આજુબાજુની ગટરોના જોઇન્ટ મેળવવાના પોઇન્ટ રાખેલ નથી. આમ અનેક ક્ષતિઓ રાખી દઇ મસમોટું કૌભાંડ કરવામાં આવી રહ્યું છે. ત્યારે કોઇ એક્ષ્પર્ટ પાસે કામગીરીનું નિરીક્ષણ કરાવવાની માંગ છે. આઝાદી પહેલાની ભૂગર્ભ ગટરમાં કોઇ ફરિયાદ નથી તેમ છત્તાં આવી ગટર પાછળ કરોડોનું આંધણ કોઇકના સ્વાર્થ માટે કરાઇ રહ્યું છે. 

Comments