Bharuch યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં આગ ફાટી નીકળી, 15 કર્મચારી દાઝ્યા, સમયસર એમ્બ્યુલન્સ ન આવતા દાઝેલા કર્મચારીઓ દર્દથી કણસતા રહ્યા
કંપનીમાં ફાટી નીકળેલી આગ અને એમ્બ્યુલન્સ વિના કણસી રહેલો કર્મચારી
ભરૂચ. ભરૂચ જિલ્લાના દહેજ સ્થિત યશસ્વી કેમિકલ કંપનીમાં બ્લાસ્ટ થતાં દોડધામ મચી ગઇ હતી. બ્લાસ્ટને પગલે આગ ફાટી નીકળતા ધુમાડાના ગોટેગોટા જોવા મળ્યા હતા. બ્લાસ્ટમાં15 કર્મચારીઓ દાઝ્યા હતા. જેમાંથી કેટલાક કર્મચારીઓદોડીને કંપનીની બહાર આવી ગયા હતા. જોકે ગંભીર રીતે દાઝેલા એમ્બ્યુલન્સ માટે એમ્બ્યુલન્સની કોઇ વ્યવસ્થા નહોતી. જેથી કર્મચારીઓને સમયસર સારવાર ન મળતા દાઝેલા કર્મચારીઓ દર્દથી કણસતા જોવા મળ્યા હતા. જોકે બાદમાં કર્મચારીઓનેસારવાર માટે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.ઘટનાની જાણ થતાં જ દહેજ ફાયર બ્રિગેડના10 ફાયર ફાઇટરઘટના સ્થળે દોડી ગયાછે અને આગ ઉપર કાબૂ મેળવવાના પ્રયાસો હાથ ધર્યા છે. કંપનીની આસપાસનો સમગ્ર વિસ્તાર કોર્ડન કરી દેવાયો છે અનેસેફ્ટી એન્ડ હેલ્થ વિભાગ દ્વારા તપાસ શરૂ કરાઇ છે.


Comments
Post a Comment