ક્રાઈમ ATS પ્રકરણમાં બીજા 3 કેસમાં વકીલે મેળવી આગોતરા મુક્તિ
ગાંધીધામ, આદિપુરના કેસમાં આગોતરા મંજુર
ગાંધીધામ. એટીએસની ટીમે ગત સપ્તાહે એટીએમ રુપીયા ઉચાપત પ્રકરણમાં સંકુલના જાણીતા ધારાશાસ્ત્રી દિલીપ જોશીને લઇ ગઈ હતી. જેમને ભચાઉ કોર્ટમાં રજુ કરાયા બાદ બે દિવસના રીમાન્ડ મંજુર કરાયા હતા. ત્યારબાદ એટીએસની ટીમે બાડેમેર ગઈ હતી. કુલ નોંધાયેલા 5 ગુન્હાઓમાંથી ભચાઉમાંથી જમાનત મળ્યા બાદ ગાંધીધામમાં એ અને બી, તેમજ આદિપુરની ફરિયાદ અંગે આગોતરા અરજી એડીશનલ સેશન્સ જજ આર.જી. દેવધરાની કોર્ટે મંજુર કરી હતી. જેમાં અરજદાર તરફેથી વકીલ પ્રતિકભાઈ ડી. અંજારીયા અને હેતલકુમાર સોનપારએ દલીલ કરી હતી.
રૂપિયાનો સ્ત્રોત વકીલને જોવાનો રહેતો નથી
ગાંધીધામની કોર્ટમાં અરજદાર પક્ષ રાખનાર પ્રતિકભાઈ ડી. અંજારીયાએ ધારદાર દલીલ કરતા જણાવ્યું હતું કે એટીએસને ભચાઉ કોર્ટમાંથી કેસમાં ગાયબ સીપીયુની જપ્તી માટે બે દિવસના રીમાન્ડ અપાયા હતા, જે માટે બાડમેર એટીએસની ટીમ વકીલ જોશીને લઈ ગઈ હતી પણ કોઇ રીકવરી કે ડીસ્કવરી થઈ શકી નથી. જેથી રીમાન્ડ ન મંગાતા પોલીસ તેને સમર્થન કરે છે, બીજી તરફ 5 લાખની ઉચાપતનો તર્ક પણ આગળ ધરાયો હતો, જેમાં વકીલ અંજારીયાએ ક્રાઈમ બન્યા બાદ વકીલની બાબતમાં એન્ટ્રી થતી હોય છે ત્યારે ફીસના રુપીયા ક્યાંથી લઈ આવ્યા તે વકીલને જોવાનું રહેતું નથી, જો રીતે જોવા બેસીયે તો વકીલ કામ કરી શકે નહી. તે સંજોગોમાં ગુજરાત હાઈકોર્ટનુ જજમેન્ટ ટાંકીને તેમણે ઈન્ટ્રોગેશનમાંથી આવ્યા બાદ આગોતરા અટકાવી ન શકાયની દલીલ પણ આગળ ધરી હતી.


Comments
Post a Comment