વાવઝોડું સુરતથી 920 કિમી જ દૂર, NDRFની 11 ટીમ તૈનાત



રાજયમાં કોરોના કહેર બાદ હવે વાવાઝોડાનું સંકટ ઘેરાયું છે. આગામી 12 કલાકમાં આ વાવાઝોડું ડિપ્રેશન ડીપ ડિપ્રેશન પરિવર્તિત થઈને સીવિયર સાઈક્લોનિક સ્ટ્રોમ બનવાની પુરે પુરી શ્કયતા સેવાઈ રહી છે. આગામી 24 કલાકમાં દરિયા કિનારા તરફ આ વાવાઝોડું ધીમે ધીમે આગળ વધશે.

આ વાવાઝોડું 3 જૂનના રોજ ગુજરાતના દરિયા કિનારે ટકરાય તેવી ભીતિ સેવાઈ રહી છે. હાલ આ વાવઝોડું સુરતનાં દરિયા કિનારાથી 920 કિમી દૂર છે. વાવાઝોડાના ખતરાને ધ્યાનમાં રાખીને રાજ્યમાં તંત્ર એલર્ટ થઇ ગયું છે. આ સાથે NDRFની 11 ટીમો સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતનાં દરિયાઇ કાંઠે મોકલવામાં આવી છે જે સાંજ સુધી પહોંચી જશે.

રાજ્યમાં વાવાઝોડાના પગલે જૂનાગઢના માંગરોળ, જામનગરના બંદરો પર 1 નંબરનું સિગ્નલ લગાવામાં આવ્યું છે. જ્યારે નવસારીમાં કાંઠાના તમામ સરપંચ-તલાટીઓને એલર્ટ રહેવાની સૂચના આપવામાં આવી છે. સુરતમાં વાવાઝોડાના પગલે NDRFની ટીમ ફાળવવામાં આવી છે. માછીમારોને દરિયો ન ખેડવા સૂચના આપવામાં આવી છે.

Comments