દુઃખદ ‘રજનીગંધા’, ‘ખટ્ટમીઠા’ તથા સિરિયલ ‘રજની’-‘બ્યોમકેશ બક્ષી’ના સર્જક બાસુ ચેટર્જીનું 90 વર્ષની ઉંમરમાં નિધન
મુંબઈ. ત્રીજી જૂને વરિષ્ઠ ગીતકાર અનવર સાગરનું નિધન થયું હતું અને આજે (ગુરુવાર, ચાર જૂન) નાની ફિલ્મના ભગવાન કહેવાતા બાસુ ચેટર્જીનું 90 વર્ષની ઉંમરમાં મુંબઈમાં નિધન થયું છે. મધ્યમ વર્ગીય પરિવારને હસાવતા તથા હૃદયને સ્પર્શી જતી રોમેન્ટિક કોમેડી ફિલ્મ બનાવનાર બાસુ ચેટર્જી ‘બાસુદા’ના નામથી જાણીતા હતાં. તેમણે ‘છોટી સી બાત’, ‘ચમેલી કી શાદી’, ‘રજનીગંધા’ જેવી ફિલ્મ ડિરેક્ટ કરી હતી. IFTDA (ઈન્ડિયન ફિલ્મ એન્ડ ટીવી ડિરેક્ટર્સ એસોસિયેશન)ના અશોક પંડિતે ટ્વિટર પર આ બાસુ ચેટર્જીના નિધનના સમાચાર આપ્યા હતા. બાસુ ચેટર્જીનાઅંતિમ સંસ્કાર આજે (ચાર જૂન) બપોરે બે વાગે સાંતાક્રૂઝ સ્મશાનમાં કરવામાં આવશે.


Comments
Post a Comment