અમદાવાદ વિશ્વ પર્યાવરણ દિવસ શહેરમાં પ્રદૂષણ અટકાવવા ભારે વાહનો પર પ્રતિબંધ, સવારે 8થી રાત્રે 11 સુધી પ્રવેશબંધી
અમદાવાદ. આજે વિશ્વ પર્યાવરણ દિવસ છે. લોકડાઉનના કારણે જ્યાં અમદાવાદનાં પ્રદૂષણમાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે, ત્યારે પુનઃ વાહનોના અવર-જવરથી પ્રદૂષણમાં વધારો ન થાય તે હેતુથી શહેર પોલીસ કમિશનર આશિષ ભાટિયાએ શહેરમાં સવારે 8 વાગ્યાથી રાત્રે 11 વાગ્યા સુધી ભારે વાહનો પર પ્રતિબંધ મૂક્યો છે.
પ્રદૂષણ અને અકસ્માતના બનાવો નિયંત્રિત કરવા પ્રતિબંધ મૂકાયો
શહેર પોલીસ કમિશનર આશિષ ભાિટયાએ જણાવ્યા પ્રમાણે શહેરમાં પ્રદૂષણને અટકાવવા અને અકસ્માતોના બનાવોને નિયંત્રિત કરવા માટે સુપ્રીમ કોર્ટ દ્વારા આપવામાં આવેલા આદેશને ધ્યાનમાં રાખીને ભારવાહક વાહનોની અવર-જવર પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. જે ટ્રાન્સપોર્ટ વાહનોનું વજન 7500 કે.જી. સુધી થતું હોય તેવા તમામ લાઈટ ગુડ્સ વ્હીકલ તથા ટ્રેક્ટર-ટ્રોલી શહેરમાં સવારે 8થી રાતના 11 સુધી પ્રવેશ કરી શકશે નહીં. જોકે 33 કેપેસિટીની વાળી મિનિ બસ કે પેસેન્જર વાહનોને શહેરમાં પ્રવેશ મળી શકશે. 33થી વધુ પેસેન્જરની ક્ષમતા ધરાવતા તમામ પેસેન્જર વાહનોની અવર-જવર પર સવારે 8થી રાત્રે 9 વાગ્યા સુધી પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.


Comments
Post a Comment