કચ્છમાં કોરોનાં થી વધુ એક મોત માંડવીના મદનપુરા ગામના 77મહિલા જી.કે. જનરલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે

કચ્છમાં કોરોનાથી છઠું મોત નોંધાયું છે . માંડવીના મદનપુરા ગામના 77 વર્ષિય મહિલા શાંતાબેન ભાણજીભાઈ રામજીયાણીનું જી.કે. જનરલ હોસ્પિટલમાં મોત નીપજ્યું છે . શાંતાબેન ગત 15 મી મેના રોજ મુંબઈથી માંડવી આવેલાં . 29 મીના રોજ તાવ , કફ અને શ્વાસ લેવાની તકલીફ સાથે તેમને જી.કે. જનરલ હોસ્પિટલમાં દાખલ કરાયાં હતા . બીજા દિવસે તેમનો કોરોના રીપોર્ટ પોઝીટીવ આવ્યો હતો


જિલ્લા વિકાસ અધિકારીએ મોકલેલી પ્રેસ વિજ્ઞપ્તિમાં જણાવાયું છે કે શાંતાબેન અગાઉથી હાયપર ટેન્શનથી પીડાતાં હતા . હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેમની તબિયત ઉત્તરોત્તર કથળવા માંડી હતી અને તેમને વેન્ટિલેર પર રખાયાં હતા . જો કે , આજે પરોઢે પોણા પાંચ કલાકે કોરોનાના લીધે શ્વાસોચ્છવાસ મંદ પડી ગયો હતો અને કાર્ડિયાક એરેસ્ટના કારણે તેમનું મોત નીપજ્યું છે .

Comments