કચ્છ માં દારૂ પરમીટ માટેની નવી અને રિન્યૂઅલ 750 અરજી પેન્ડિંગ

કચ્છમાં દારૂ પરમીટ માટેની નવી અને રિન્યૂઅલ મળી કુલ 750 જેટલી અરજીઓ પેન્ડિંગ હોઇ અનલોક-1 અન્વયે મળેલી છૂટછાટ બાદ પણ તેમાં કોઇ જ પ્રગતિ ન થતાં દારૂના સેવન સાથે જીવન વ્યતિત કરતા લોકોની હાલત કફોડી બની ગઇ છે. અનિંદ્રા, સતત તણાવમાં રહેતા લોકોને તબીબી તપાસ બાદ પરમીટ અપાતી હોય છે. બે મહિનાના લોકડાઉન બાદ કચ્છના 7 લીકરશોપ ખુલ્લા રાખવાની પરવાનગી મળી છે પરંતુ છેલ્લા લાંબા સમયથી 1200 જેટલી નવી અને રિન્યૂઅલ અરજીઓ પૈકી માત્ર 150 જેટલી અરજીનો નિકાલ કરાયો હોવાનું ભુજના જટુભાએ જણાવ્યું હતું.જો કે સત્તાવાર રીતે તો 750 અરજીઓ પેન્ડિંગ હોવાનું જાણવા મળીરહ્યું છે.આ અંગે નશાબંધી શાખાના કમલેશ ભોજકનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે, દારૂની પરમીટ માટે જે લોકો આવતા હોય છે તેમની નિયત આધારો સાથે અરજી ફોર્મ ભરી જી.કે. જનરલ હોસ્પિટલમાં મોકલી અપાય છે પરંતુ છેલ્લા લાંબા સમયથી નવી અને રિન્યૂઅલ 750 અરજીઓ હજુ પેન્ડિંગ છે. તેમણે વધુમાં એમ પણ કહ્યું હતું કે, અનલોક-1ની છૂટછાટ બાદ છેલ્લા ત્રણ દિવસમાં નવી કોઇ અરજીઆવી નથી.સુરેન્દ્રનગરથી આવતા તબીબ લાંબા સમયથી ફરક્યા નથીનિયત અરજી ફોર્મ ભરાયા બાદ તેમની મેડિકલ ચકાસણી માટે જે-તે પરમીટ ધારકને સિવિલ હોસ્પિટલમાં મોકલાતા હોય છે અગાઉ આ માટેની સત્તા સ્થાનિક તબીબને અપાઇ હતી પરંતુ હવે તે સત્તા સુરેન્દ્રનગરના તબીબને અપાઇ છે. તેમને કચ્છ ઉપરાંત અન્ય જિલ્લાનો પણ ચાર્જ અપાયો છે, જેથી લાંબા સમયથી તેઓ કચ્છ આવ્યા નથી અને પરમીટ માટેની અરજીનો ભરાવો થયો હોવાનું જાણવા મળી રહ્યું છે

Comments