આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ હવે ફરજિયાત 7 દિવસ સંસ્થાકીય કવોરેન્ટાઇન

આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ હવે ફરજિયાત 7 દિવસ સંસ્થાકીય કવોરેન્ટાઇન
વિદેશથી ફલાઈટમાં આવનારા ગુજરાતી મુસાફરો કે જેઓ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓ કે, જેઓ ડોમેસ્ટિક ફ્લાઇટથી આવતા હોય, રસ્તા, રેલમાર્ગે આવતા હોય અને અગાઉ ભારત દેશમાં કવોરન્ટાઇન થયા ન હોય તેવા પ્રવાસીઓએ ફરજિયાત 7 દિવસ સંસ્થાકીય કવોરન્ટાઇનમાં અને 7 દિવસ હોમ કવોરન્ટાઇન થવાનું રહેશે અને આ અંગે જે તે સંસ્થા દર અને ધારા-ધોરણ લાગુ પડશે. ઉપરાંત માનવીય તકલીફ ધરાવતી વ્યકિત, સગર્ભા મહિલા, કુટુંબના સભ્યનું મૃત્યુ, ગંભીર બીમારી, ૧૦ વરસથી ઓછી ઉંમરનું બાળક અને તેની સાથેના તેના માતા-પિતાને સંસ્થાકીય કવોરેન્ટાઇનમાંથી મુક્તિ અપાઇ છે પરંતુ 14 હોમ કવોરેન્ટાઇન તો થવું જ પડશે એમ જિલ્લા કલેકટર અને જિલ્લા મેજિસ્ટ્રેટ પ્રવીણા ડી.કે. દ્વારા જણાવાયું છે.

Comments