મહિલા સંચાલિત જુગારધામ પર પોલીસ દરોડોઃ 6 મહિલા સહિત 8 ખેલી ઝડપાયાં
ભુજ નજીક આવેલા નાગોર ગામે મહિલા દ્વારા રહેણાંક મકાનમાં ચલાવાતાં જુગારધામ પર ગત મધરાત્રે પોલીસે દરોડો પાડી 6 મહિલા સહિત 8 ખેલીઓની અટકાયત કરી છે . બાતમીના આધારે ભુજ બી ડિવિઝનના ASI પંકજ કુશ્વાહા અને પોલીસ ટીમે નાગોર ગામે શંકર મંદિરની બાજુમાં ગીતાબેન શાંતિનગર ગુંસાઈ ( મૂળ રહે . જૂનાવાસ , સુખપર ) ના કન્જા - ભોગવટાના રહેણાંક મકાનમાં અડધી રાત્રે પોણા 1 વાગ્યે દરોડો પાડ્યો હતો . ગીતા નાલ ઉઘરાવીને બહારથી ખેલીઓ બોલાવી ઘરમાં જુગાર રમાડતી હોવાની બાતમી હતી . પોલીસે પાડેલા દરોડોમાં ગીતા સહિત 8 ખેલી ગંજીફા વડે જુગટુ રમતાં રંગેહાથ ઝડપાઈ ગયાં હતા . પોલીસે ઝડપેલાં ખેલીઓમાં અંજનાબેન રતનગર ગુંસાઈ ( ઉ.વ .30 , નાગોર ) , સપનાબા શક્તિસિંહ ઝાલા ( ઉ.વ .36 , સુખપર ) , હિના પ્રકાશગર ગોસ્વામી ( ઉ.વ .37 , મિરજાપર ) , રમીબેન ઊર્ફે તુલસીબેન પ્રભુભાઈ ચાવડા ( ઉ.વ .39 , મિરજાપર ) , ભાવિકા ઊર્ફે ભાવનાબેન જીતુભાઈ ગોસ્વામી ( ઉ.વ .35 , મિરજાપર ) , પ્રભુ મેરામણભાઈ ચાવડા ( ઉ.વ .40 , મિરજાપર ) , શક્તિસિંહ રઘુભા ઝાલા ( ઉ.વ .40 , સુખપર ) અને ગીતાબેન ગુંસાઈ ( ઉ.વ .38 , નાગોર ) નો સમાવેશ થાય છે . આરોપીઓ પાસેથી પોલીસે 26800 ની રોકડ , 21 હજારની કિંમતના 6 મોબાઈલ ફોન અને 40 હજારની કિંમતની બે મોટર સાયકલ મળી કુલ 87800 નો મુદ્દામાલ કલ્પે કર્યો છે . આઠેય સામે પોલીસે જુગારધારાની કલમ 4 અને 5 તેમજ કલેક્ટરના જાહેરનામા - કોવિડ એડવાઈઝરીનો ભંગ કરવા બદલ IPC 199 269 270 હેઠળ ગુનો દાખલ કર્યો છે .


Comments
Post a Comment