વાવાઝોડથી મુંબઈ અને આસપાસના વિસ્તારોમાં વરસાદ થઈ રહ્યો છે, 6 જિલ્લામાં એલર્ટ; 10 હજારથી વધુ પોલીસ તટ પર તૈનાત

મુંબઈ. ‘નિસર્ગ’વાવાઝોડું મહારાષ્ટ્ર તરફ વધી રહ્યું છે. આજે બપોરે ત્રણ કલાકે તે મહારાષ્ટ્ર અને ગુજરાતના તટ સાથે ટકરાશે. મોસમ વિભાગના જણાવ્યા મુજબ, આ દરમિયાન મુંબઈ અને અન્ય તટીય ક્ષેત્રોમાં 100થી 110 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપથી પવન ફૂંકાશે.

મુંબઈ અને અન્ય શહેરોને એલર્ટ કરવામાં આવ્યા છે. અનુમાન મુજબ મહારાષ્ટ્રના સિંધુદુર્ગ, રત્નાગિરી, થાણે, રાયગઢ, મુંબઈ અને પાલઘર જિલ્લા સૌથી વધુ પ્રભાવિત થઈ શકે છે. પોલીસ, એનડીઆરએફ, નેવી અને બીએમસી હોસ્પિટલો સહિત વિવિધ વિભાગો સજ્જ છે. તટીય વિસ્તારોમાં 10 હજારથી વધુ પોલીસ કર્મચારીઓ અને કારને તૈનાત કરવામાં આવ્યા છે. તટીય વિસ્તારોના લોકોને સુરક્ષિત જગ્યાએ મોકલવામાં આવ્યા છે. નિસર્ગ તોફાનના કારણે મંગળવારે સવારથી મુંબઈ અને આસપાસના વિસ્તારમાં રોકાઈ-રોકાઈને વરસાદ થઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ મોડી રાતે વધુ વરસાદ થયો.

આ તસ્વીર મુંબઈ છે. નિસર્ગ તોફાનના કારણે મંગળવારે સવારે 8 વાગ્યાથી રાતે 12 સુધી કોલાબામાં 18.6 મિમી અને સાંતાક્રૂઝમાં 11 મિમી વરસાદ થયો

વાવાઝોડાની આગાહીની પગલે મુંબઈના ગેટવે ઓફ ઈન્ડિયા પર લોકોના આવવાની મનાઈ છે. અહીં પોલીસ તૈનાત કરવામાં આવી છે.

આ તસ્વીર થાણેની છે. મંગળવારે સવારથી જ માછીમારોને સમુદ્રમાં ન જવાની સુચન અપાઈ રહી છે. તેમને કહેવામાં આવ્યું છે કે તેઓ તેમની હોડી સહિત સુરક્ષિત જગ્યાએ જતા રહે.

મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ હાથ જોડીને તમામ લોકોને બે દિવસ ઘરમાં રહેવાની અપીલ કરી છે.

Comments