કોરોના ગુજરાત રાજ્યમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો, એક જ દિવસમાં 510 કેસ અને 35 દર્દીના મોત, કુલ 19119 કેસ-મૃત્યુઆંક 1190
- અમદાવાદમાં 324, સુરતમાં 67, વડોદરામાં 45, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9 કેસ
- પાટણ અને જામનગરમાં 6-6, વલસાડમાં 5, ભાવનગર અને અમરેલીમાં 4-4 કેસ
- ખેડા, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 3-3, ડાંગમાં 2, બનાસકાંઠા, રાજકોટ 1-1 કેસ
- અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, જૂનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ
અમદાવાદ. રાજ્યમાં કોરોનાનો બોમ્બ ફૂટ્યો હોય તેમ છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં અત્યારસુધીમાં સૌથી વધુ 510 કેસ નોંધાયા છે. રાજ્યમાં જ્યારથી લોકડાઉન હટાવી લેવામાં આવ્યું છે ત્યારથી દરરોજ નોંધાતા પોઝિટિવ કેસોની સંખ્યામાં વધારો થઇ રહ્યો છે. આરોગ્ય વિભાગે આપેલી વિગતો પ્રમાણે છેલ્લા 24 કલાકમાં 35 દર્દીના મોત થયા છે, જ્યારે 344 દર્દીઓને સાજા થતા રજા આપવામાં આવી છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 19119 પોઝિટિવ કેસ અને મૃત્યુઆંક 1190 થયો છે. જ્યારે રાજ્યમાં કુલ 13011 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.
24 કલાકમાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો અમદાવાદમાં 324, સુરતમાં 67, વડોદરામાં 45, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, પાટણ અને જામનગરમાં 6-6, વલસાડમાં 5, ભાવનગર અને અમરેલીમાં 4-4, ખેડા, ભરૂચ અને સુરેન્દ્રનગરમાં 3-3, ડાંગમાં 2, બનાસકાંઠા, રાજકોટ, અરવલ્લી, સાબરકાંઠા, છોટાઉદેપુર, જૂનાગઢ, નવસારી, દેવભૂમિ દ્વારકામાં 1-1 કેસ નોંધાયા છે.કુલ 19,119 દર્દી, 1190 ના મોત અને 13,011ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 13,678 968 9,479 સુરત 1942 76 1283 વડોદરા 1224 42 721 ગાંધીનગર 381 15 172 ભાવનગર 136 10 105 બનાસકાંઠા 132 5 95 આણંદ 106 11 91 અરવલ્લી 118 7 111 રાજકોટ 120 3 73 મહેસાણા 147 6 80 પંચમહાલ 97 10 74 બોટાદ 60 2 55 મહીસાગર 116 2 98 પાટણ 92 7 67 ખેડા 83 4 58 સાબરકાંઠા 112 3 80 જામનગર 61 3 42 ભરૂચ 51 3 34 કચ્છ 83 4 55 દાહોદ 45 0 32 ગીર-સોમનાથ 45 0 44 છોટાઉદેપુર 34 0 23 વલસાડ 46 2 23 નર્મદા 23 0 18 દેવભૂમિ દ્વારકા 15 0 11 જૂનાગઢ 32 1 26 નવસારી 29 1 14 પોરબંદર 12 2 6 સુરેન્દ્રનગર 46 2 21 મોરબી 4 0 3 તાપી 6 0 5 ડાંગ 4 0 2 અમરેલી 14 1 2 અન્ય રાજ્ય 25 0 8 કુલ 19,119 1190 13,011


Comments
Post a Comment