કોરોના ગુજરાત રાજ્યમાં અત્યારસુધીમાં આજે સૌથી વધુ 485 નવા કેસ નોંધાયા, કુલ 18117 કેસ- 1122 મૃત્યુઆંક, 12212 ડિસ્ચાર્જ

  • અમદાવાદમાં 290, સુરતમાં 77, વડોદરામાં 34, ગાંધીનગરમાં 39 કેસ
  • બનાસકાંઠામાં 10, ખેડા અને પાટણમાં 5-5, મહેસાણા અને ભાવનગરમાં 4-4 કેસ
  • ભરૂચમાં 3, નવસારી અને અરવલ્લીમાં 2-2 કેસ, આણંદ અને રાજકોટમાં 1-1 કેસ
  • સાબરકાંઠા, દાહોદ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ નોંધાયા
  • મદાવાદ. રાજ્યમાં છેલ્લા 5 દિવસમાંથી દરરોજ 400થી વધુ કેસ નોંધાયા છે. આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે મંગળવારની સાંજથી આજ સાંજ સુધીમાં નવા 485 કેસ નોંધાયા છે, જ્યારે 30 દર્દીના મૃત્યુ થયા છે. આજે 318 દર્દીઓને સાજા થઇ જતા રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ કેસની સંખ્યા 18117 થઇ છે, જ્યારે કુલ મૃત્યુઆંક 1122એ પહોંચ્યો છે. રાજ્યમાં અત્યારસુધીમાં કુલ 12212 દર્દીઓને સાજા થઇ જતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે.

    રાજ્યમાં ક્યાં કેટલા નવા કેસ નોંધાયા
    રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગત જોઇએ તો અમદાવાદમાં 290, સુરતમાં 77, વડોદરામાં 34, ગાંધીનગરમાં 39, ભાવનગરમાં 4, બનાસકાંઠામાં 10, આણંદમાં 1, રાજકોટમાં 1, અરવલ્લીમાં 2, મહેસાણામાં 4, પંચમહાલમાં 3, ખેડા અને પાટણમાં 5-5, ભરૂચમાં 3, સાબરકાંઠા, દાહોદ, જૂનાગઢ અને સુરેન્દ્રનગરમાં 1-1 અને નવસારીમાં 2 કેસ નોંધાયા છે.

  • કુલ 18,117દર્દી, 1122 ના મોત અને 12,212 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)

    શહેરપોઝિટિવ કેસમોતડિસ્ચાર્જ
    અમદાવાદ13,0639108,932
    સુરત1794741191
    વડોદરા114042668
    ગાંધીનગર33914171
    ભાવનગર1309103
    બનાસકાંઠા125595
    આણંદ1021087
    અરવલ્લી1137106
    રાજકોટ117372
    મહેસાણા129676
    પંચમહાલ941072
    બોટાદ59154
    મહીસાગર116241
    પાટણ86664
    ખેડા76458
    સાબરકાંઠા107377
    જામનગર54342
    ભરૂચ47334
    કચ્છ82355
    દાહોદ41032
    ગીર-સોમનાથ45042
    છોટાઉદેપુર33023
    વલસાડ41116
    નર્મદા19015
    દેવભૂમિ દ્વારકા13011
    જૂનાગઢ31125
    નવસારી28113
    પોરબંદર1226
    સુરેન્દ્રનગર42119
    મોરબી403
    તાપી605
    ડાંગ202
    અમરેલી1012
    અન્ય રાજ્ય1700
    કુલ18,117112212,212

Comments