ટ્રાન્સફર ગુજરાતના 4 IPS અધિકારીની બઢતી સાથે બદલી, વિરમગામના ASPને રાજકોટમાં DCP તરીકે બઢતી
અમદાવાદ. ગુજરાત સરકાર દ્વારા 2016ની બેન્ચના ચાર IPS અધિકારીની બઢતી સાથે બદલી કરવામાં આવી છે. જેમાં અમરેલીના ASP પ્રેમસુક દેલુ, ASP અમિત વસાવા અને ASP રવિન્દ્ર પટેલની SRPFમાં કમાન્ડન્ટ તરીકે જ્યારે ASP પ્રવીણ કુમારની DCP તરીકે બઢતી સાથે બદલી કરવામાં આવી છે.
અમરેલીના ASP પ્રેમસુખ દેલુને રાજુલા SRPF ગ્રુપ 21માં કમાન્ડન્ટ તરીકે બઢતી આપવામાં આવી છે. વડોદરા રુરલના ASP રવિન્દ્ર પટેલની વડોદરા SRPF ગ્રુપ 9માં કમાન્ડન્ટ તરીકે જ્યારે વેરાવલના ASP અમિત વસાવાની બનાસકાંઠાના મેડાણા SRPF ગ્રુપ-3ના કમાન્ડન્ટ તરીકે બઢતી આપવામાં આવી છે. વિરમગામના ASP પ્રવીણ કુમારને બઢતી આપીને રાજકોટ શહેરના ઝોન-1ના DCP બનાવવામાં આવ્યા છે.


Comments
Post a Comment