કોરોના ગુજરાત રાજ્યમાં સતત બીજા દિવસે સૌથી વધુ કેસ નોંધાયા, 24 કલાકમાં 492 કેસ અને 33ના મોત, કુલ 18,609 કેસ- મૃત્યુઆંક 1155
- રાજ્ય અનલોક થતાં જ છેલ્લા 4 દિવસથી ગુજરાતમાં દરરોજ 400 કરતા વધુ કેસ નોંધાયા
- અમદાવાદમાં 291, સુરતમાં 81, વડોદરામાં 39, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9 કેસ
- ભાવનગર, રાજકોટમાં 2-2, બોટાદ, જામનગર, ભરૂચ, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ
- બનાસકાંઠામાં 6, આણંદ, અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, દાહોદ અને નર્મદામાં 4-4, પંચમહાલમાં 3 કેસ
- અમદાવાદ. ગુજરાતમાં અનલોક જાહેર કરવામાં આવ્યા બાદ સતત કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે.આરોગ્ય વિભાગે આપેલી માહિતી પ્રમાણે છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં નવા 492 કેસ નોંધાયા છે. જે એક દિવસમાં અત્યારસુધીમાં નોંધાયેલા સૌથી વધારે કેસો છે. જ્યારે 33 લોકોના મોત થયા છે તો 455 દર્દીઓને સાજા થતાં રજા આપવામાં આવી છે. આ સાથે જ રાજ્યમાં કુલ 18,609 કેસ થયા છે, મૃત્યુઆંક 1155 અને કુલ 12,667 દર્દીઓ ડિસ્ચાર્જ થયા છે.
24 કલાકમાં ક્યાં કેટલા કેસ નોંધાયા
રાજ્યમાં નવા નોંધાયેલા કેસોની વિગતો જોઇએ તો અમદાવાદમાં 291, સુરતમાં 81, વડોદરામાં 39, ગાંધીનગરમાં 21, મહેસાણામાં 9, બનાસકાંઠામાં 6, આણંદ, અરવલ્લી, ખેડા, સાબરકાંઠા, દાહોદ અને નર્મદામાં 4-4, પંચમહાલમાં 3, ભાવનગર, રાજકોટમાં 2-2, બોટાદ, જામનગર, ભરૂચ, કચ્છ, દેવભૂમિ દ્વારકા અને સુરેન્દ્રનગરમાં 1-1 કેસ જ્યારે અન્ય રાજ્યના 8 કેસ નોંધાયા છે. કુલ 18,117દર્દી, 1122 ના મોત અને 12,212 ડિસ્ચાર્જ(સરકાર દ્વારા દર 24 કલાકે જાહેર કરાતા આંકડા મુજબ)
શહેર પોઝિટિવ કેસ મોત ડિસ્ચાર્જ અમદાવાદ 13,063 910 8,932 સુરત 1794 74 1191 વડોદરા 1140 42 668 ગાંધીનગર 339 14 171 ભાવનગર 130 9 103 બનાસકાંઠા 125 5 95 આણંદ 102 10 87 અરવલ્લી 113 7 106 રાજકોટ 117 3 72 મહેસાણા 129 6 76 પંચમહાલ 94 10 72 બોટાદ 59 1 54 મહીસાગર 116 2 41 પાટણ 86 6 64 ખેડા 76 4 58 સાબરકાંઠા 107 3 77 જામનગર 54 3 42 ભરૂચ 47 3 34 કચ્છ 82 3 55 દાહોદ 41 0 32 ગીર-સોમનાથ 45 0 42 છોટાઉદેપુર 33 0 23 વલસાડ 41 1 16 નર્મદા 19 0 15 દેવભૂમિ દ્વારકા 13 0 11 જૂનાગઢ 31 1 25 નવસારી 28 1 13 પોરબંદર 12 2 6 સુરેન્દ્રનગર 42 1 19 મોરબી 4 0 3 તાપી 6 0 5 ડાંગ 2 0 2 અમરેલી 10 1 2 અન્ય રાજ્ય 17 0 0 કુલ 18,117 1122 12,212


Comments
Post a Comment