વરસાદ તાલાલામાં 2, ગડુમાં 2 ઇંચ, યાર્ડમાં હજારો કેરીના બોક્સ પલળ્યા, સૌરાષ્ટ્રના બંદરો પર 2 નં.સિગ્નલ, ડેલો માથે પડતા વૃદ્ધનું મોત

વીરપુરમાં વરસાદે ભીમ અગિયારસનું મુહુર્ત સાચવ્યું

યાત્રાધામ વીરપુરમાં ભીમ અગિયારસનું શુકન મેઘરાજાએ સાચવ્યું છે. વાવાઝોડાની અસર વીરપુરમાં પણ જોવા મળી હતી. ભારે પવન સાથે વરસાદ વરસ્યો હતો. તેમજ ધૂળની ડમરીઓ પણ ઉડી હતી.ભારે પવન સાથે વરસાદ વરસતા લોકોએ ગરમીમાંથી રાહત મેળવી હતી.

ગીરગઢડા પંથકમાં ભારે પવન સાથે વરસાદ

ગીરસોમનાથ જિલ્લાના ગીરગઢડા પંથકમાં પણ ભારે પવન સાથે ધોધમાર વરસાદ વરસી પડ્યો હતો. આથી ગીરગઢડા પંથકમાં કેરી પકવતા ખેડૂતોને મોટુ નુકસાન પહોંચ્યું છે.તેમજ ઉનાળુ પાક તલ, બાજરી, મગ, મગફળીને પણ નુકસાન પહોંચ્યું છે. એક તરફ લોકડાઉન કેરી પકવતા ખેડૂતો માટે નુકસાન સમાન બન્યું તો હવે કુદરત વેરી બનતો હોય તેવું ખેડૂતોમાં ચર્ચાઇ રહ્યું છે.

Comments