કેશોદ માં વધુ 1 કોરોના કેસ નૉંડાયો
કેશોદ તા.૫ : જૂનાગઢ જિલ્લામાં કોરોના પોઝીટીવ કેસ હવે ૪ જ રહયા છે બીજી તરફ હજુ પણ ૩૫૫ સેમ્પલ નો રિપોર્ટ પેન્ડિંગ છે જયારે કન્ટેઇનમેન્ટ ઝોનમાં રહેલા ૧૬૭ ધરના ૫૮૧ લોકોનાં આરોગ્યની તપાસણી કરવામાં આવી રહી છે જૂનાગઢ જિલ્લામાં કુલ ૩૦ કોરોના પોઝીટીવ કેસ નોંધાયા હતા જો કે ગુરુવારની રાત્રે કેશોદમાં વધુ એક કેસ નોંધાયો છે ૩૧ માંથી ૨૬ ને ડીસ્ચાર્જ કરવામાં આવ્યા છે જયારે ૧ નુ મોત થયું છે હાલ માત્ર ૪ પોઝીટીવ કેસ રહયા છે આ ૩ કેસમાં પણ ૨ કેસ જૂનાગઢ સીટી ના છે જયારે ૧ કેસ માળિયા તાલુકાનો અને ૧ કેસ કેશોદ નો છે હાલ ૩ દર્દી પૈકી ૨ સિવિલ હોસ્પીટલ ખાતે સારવાર લઈ રહ્યા છે જયારે ૧ દર્દી ભવનાથ સ્થિત કોવિદ કેર સેન્ટરમાં સારવાર હેઠળ છે દરમિયાન જિલ્લામાં હાલ કુલ ૧૦ કન્ટેઇનમેન્ટ ઝોન રહયા છે જયારે કેશોદમાં વધુ એક કેસ પોઝટિવ સામે આવ્યો હતો કેશોદના પટેલ મિલ રોડ પર આર્શિવાદ એપાર્ટમેન્ટમા રહેતા ૪૮ વર્ષીય હસમુખ વ્રજલાલ બાંભરોલીયાનો કોરોના નો પોઝીટીવ રિપોર્ટ આવ્યો હતો કેશોદમાં કુલ ૭ મો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો આ યુવાનને જૂનાગઢ સિવિલ ખાતે સારવાર ચાલી રહી છે.


Comments
Post a Comment