આત્મનિર્ભર ગુજરાત 14 હજાર કરોડનું પેકેજ જાહેર, 100 યુનિટ સુધીનું વીજબીલ માફ, વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ, 6 મહિના રોડ ટેક્સ માફ
એસટી નિગમને 120 કરોડ રૂપિયા ફાળવાયાCM રાહત ફંડમાંથી મહાનગરોને રૂ. 100 કરોડ ફાળવાયા
અમદાવાદ. મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રૂપિયા 14 હજાર કરોડના "આત્મનિર્ભર ગુજરાત" રાહત પેકેજની જાહેરાત કરી છે. જેમાં 100 યુનિટ સુધીનું વીજબીલ માફ. વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20%ની છૂટ.31મી જુલાઈ સુધી કોર્પોરેશનમાં ટેક્સ ભરે તેને 10% રિબેટ આપશે. જ્યારે 6 મહિનાના રોડ ટેક્સ માફ કરવામાં આવ્યો છે.
આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજના મુખ્યઅંશ
- શ્રમિકોને મકાન બનાવવા સરકાર સહાય આપશે
- 100 યુનિટ સુધીનું વીજબિલ માફ થશે
- 92 લાખ વીજગ્રાહકોને વીજબિલ માફીનો લાભ મળશે
- 1 એપ્રિલથી 6 મહિનાનો રોડ ટેક્સ માફ કરાયો
- જુલાઇ સુધી GST રિફંડ કરી શકાશે
- આત્મનિર્ભર ગુજરાત રાહત પેકેજ હેઠળ એક લાખ સુધીની લોન મળશે
- MSME માટે જિલ્લા નોડલ અધિકારીઓ નિમાયા
- પશુપાલકોને ગાયદીઠ 900 રૂપિયા ચુકવાશે
- 20 કરોડના ખર્ચે ધનવંતરી રથો વધારવામાં આવશે
- એસટી નિગમને 120 કરોડ રૂપિયા ફાળવાયા
- નાના વેપારીઓને 5 ટાકા વીજબીલ માફ
- ખેતરોમાં ગોડાઉન બનાવવા રૂપિયા 350 કરોડની ફાળવણી
- વાર્ષિક પ્રોપર્ટી ટેક્સમાં 20 ટકાની માફી
- GIDCને ધમધમતી કરવા સરકારનો પ્રયાસ
- CM રાહત ફંડમાંથી મહાનગરોને રૂ. 100 કરોડ ફાળવ્યા


Comments
Post a Comment