મહારાષ્ટ્રના અલીબાગ સાથે અથડાયું વાવાઝોડુ, 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો; ગોવાના સમુદ્રમાં ઊંચા મોજા ઉછળ્યા

  • તોફાનના કારણે પરમાણુ-રાસાયણિક સંયંત્રોનો જોખમ, મુંબઈમાં 109 વર્ષ બાદ આવશે કોઈ તોફાન
  • મુંબઈથી હાલ 50 ફ્લાઈટ્સનું સંચાલન થઈ રહ્યું હતું, પણ તોફાનના કારણે આજે 19ની જ અવર જવર થશે
  • અરબ સાગરમાં ઉઠેલું ડિપ ડિપ્રેશન મંગળવારે ચક્રવાતી તોફાનમાં ફેરવાઈ ગયું હતું.વાવાઝોડુ મહારાષ્ટ્રના અલીબાગ સાથે અથડાયું છે. અહીં 120 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાયો છે. આ ઉપરાંતવાવાઝોડાના કારણે મુંબઈના બાંદ્રા વર્લી સી લિંક પર વાહનોની અવરજવર અટકાવી દેવાઈ છેઆ તોફાનનું નામ નિર્સગ છે જે 13 કિમી/કલાકની ઝડપે મહારાષ્ટ્રના કાંઠા તરફ વધી રહ્યું હતું. રાતે 2.30 વાગ્યે અલીબાગથી 200 કિમી અને મુંબઈથી 250 કિમી દક્ષિણ અને દક્ષિણ-પશ્વિમમાં હતું. અનુમાન છે કે આ તોફાન બપોરે 1 વાગ્યાથી સાંજે 5 વાગ્યા વચ્ચે મહારાષ્ટ્રમાં રાયગઢના હરિહરેશ્વર અને દમણ વચ્ચે 110 કિમી/કલાકની ઝડપે અથડાવાની આગાહી કરાઈ હતી.મુંબઈ તો આ સદીના પહેલા મોટા તોફાનના સંકજામાં આવી રહ્યું છે. આ પહેલા ગુજરાતમાં પણ અથડાવાના અનુમાન લગાવાયા હતા.

Comments