અમદાવાદ લોકડાઉન દરમિયાન મહિલાઓ પર અત્યાચારો વધ્યા, એક મહિનામાં જ ઘરેલુ હિંસાની 1000થી વધુ ફરિયાદો મળી

અમદાવાદ. શહેરમાં આજે GFSU(ગુજરાત ફોરેન્સિક સાયન્સ યુનિવર્સિટી) સંચાલિત વર્ચ્યૂઅલ કોન્ફરન્સ યોજાઈ હતી. આ કોન્ફરન્સમાં GFSUના ડાયરેક્ટર ડૉ.જે.એમ. વ્યાસની આગેવાનીમાં દેશભરના ફોરેન્સિક્સ, તબીબી, કાયદાકીય અમલીકરણ, ન્યાયતંત્ર અને શિક્ષણ ક્ષેત્રના 2500થી વધુ પ્રતિનિધિઓએ ભાગ લીધો હતો. જેમાં ફાઈટિંગ ક્રાઈમ એન્ડ એક્સેપેડીટીંગ જસ્ટિસમાં ફોરેન્સિક DNA ટેકનોલોજીની ભૂમિકા પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો. તેમજ કોવિડ-19ને કારણે લાગુ થયેલા લોકડાઉન બાદના ગુનાઓમાં અને ખાસ કરીને જાતિય અપરાધ અને બળાત્કારના કેસોમાં અપેક્ષિત વધારાની નોંધ લેવાઈ હતી. તેમજ આ પહેલનો મુખ્ય હેતુ DNA ફોરેન્સિક પુરાવા એકત્રિત કરો અને પરીક્ષણ કરો પ્રોટોકોલની સ્પષ્ટ સમજ સાથે ગુનાહિત તપાસમાં પ્રથમ પંક્તિના ઉત્તરદાતાઓને સજ્જ બનાવવાનો હતો.

25 માર્ચથી 22 એપ્રિલ વચ્ચે 1000થી વધુ ઘરેલુ હિંસાની ફરિયાદો
છેલ્લા બે મહિનાના અહેવાલોના સૂચન મુજબ શરૂઆતના સમયમાં ગુનાઓના દરમાં ઘટાડો અને પછી લોકડાઉનના સમયગાળા દરમિયાન મહિલાઓ પરના અત્યાચારો સતત વધી રહ્યા છે. નેશનલ કમિશન ફોર વિમેન(રાષ્ટ્રીય મહિલા આયોગ)ને 25 માર્ચ 2020થી 22 એપ્રિલ 2020ની વચ્ચે 1000થી વધુ ઘરેલુ હિંસાની ફરિયાદો મળી રહી છે. જ્યારે મહિલાઓ વિરૂદ્ધ સાયબર ક્રાઈમમાંખાસ કરીને સેક્સ એક્સટોર્શનમાં પણ નોંધપાત્ર વધારો જોવા મળ્યો છે. સૌથી ચિંતાજનક બાબત તો એ છે કે, મહિલાઓ પર પરિવાર, મિત્રો અને પડોશીઓ દ્વારા કરવામાં આવેલા દુષ્કર્મના કેસોની સંખ્યામાં વધારો થયો છે. જેને પગલે GFSUએ લોકડાઉન પછી દેશમાં વધેલા બળાત્કારના કેસોમાં અપેક્ષિત વૃદ્ધિ સામે લડવા DNA પુરાવા એકત્રિત કરવા અને પરીક્ષણ વધારવા અપીલ કરી હતી.

Comments