કચ્છ નખત્રાણાના લક્ષ્મીપર નેત્રામાં પવનચક્કી પર વીજળી પડી, કલાકો બાદ આગ કાબૂમાં


  • પવન ચક્કીમાં આગ લાગતા ગ્રામજનોમાં ફફડાટ
  • અગાઉ પવનચક્કીઓના કારણે વન્યપ્રાણીઓ અને પક્ષીના મોત થયા છે
  • ભુજ. નખત્રાણા તાલુકાના લક્ષ્મીપર નેત્રા ગામે વહેલી સવારે લગભગ ચારથી પાંચ વાગ્યાના સમયગાળામાં આકાશમાંથી વીજળી ત્રાટકી હતી. વીજળી ત્રાટકીને પવનચક્કી પર પડી હતી. જેના કારણે પવનચક્કીના પાંખડા ઉપર આગ લાગતા લોકોમાં દોડધામ મચી હતી. પવનચક્કીમાં આગ લાગતા ગ્રામજનોમાં ભયનો માહોલ સર્જાયો હતો. પાંચેક કલાક બાદ આગ પર કાબૂ આવ્યો હતો. અહીં મોટી સંખ્યામાં પવનચક્કીઓ છે ત્યારે વન્ય પ્રાણીઓ પક્ષીઓના મોતના કારણ બાદ હવે આફત બની રહી છે.

Comments