હુક્કાઓ તથા જુદા જુદા ફલેવર્સની તમાકુના શંકાસ્પદ માલ સાથે બે ઇસમોની ધરપકડ કરતી લોકલ ક્રાઇમ બ્રાન્ચ પુર્વ કચ્છ ગાંધીધામ
બોર્ડર રેન્જ આઇ.જી પી.શ્રી સુભાષ ત્રિવેદી સાહેબ , ભુજ તથા પોલીસ અધિક્ષક પૂર્વ કચ્છ , ગાંધીધામ શ્રી પરીક્ષિતા રાઠોડ સાહેબ નાઓ તરફથી જિલ્લામાં તમાકુ નિયંત્રણ અધિનિયમ હેઠળ કાર્યવાહી કરવા જરૂરી સુચના આપતા એલસીબીની ટીમ ગાંધીધામ શહેરમાં પેટ્રોલીંગમાં હતી તે દરમ્યાન મળેલ બાતમી હકીકત આધારે એક બ્રેઝા ગાડી નંબર જીજે - ૧૨ ડીએસ -૩૧૯૭ વાળીમાં શંકાસ્પદ માલ ભરેલ હોય અને તે ગાડી ભચાઉ બાજુ થી આવી ટાગોર રોડ થી બેંકીંગ સર્કલ બાજુ જવાની છે જે હકીકત આધારે તે વિસ્તારમાં પેટ્રોલીંગમાં ફરતા ટાગોર રોડની પાસે આવેલ એચ પીપેટ્રોલપંપ નજીક તે ગાડી મળી આવતા તેને રોકતા તેમા બે ઇસમો તથા ગાડીની અંદર નાના મોટા બોક્ષ મળી આવેલ જેની ઝડતી તપાસ કરતા તેમાં અલગ અલગ પ્રકારના હુક્કાઓ તથા હુક્કા પીવાના ઉપયોગમાં લેવાતી ચીજવસ્તુઓ હોય જેથી બંને ઇસમો પાસે તેના બીલ કે આધાર માંગતા નહિ હોવાનુ જણાવતા આ સામાન ચોરી કે છળકપટથી મેળવેલ હોવાનુ જણાતા અને તેઓ દ્વારા કોઇ સંતોષકારક જવાબ ન આપતા શક પડતા મુદ્દામાલ તરીકે કજે કરી બંને ઇસમો વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરી વધુ તપાસ અર્થે ગાંધીધામ એ ડીવીઝન પોલિસ સ્ટેશન ને સોંપવામાં આવેલ છે .
પકડાયેલ વ્યકતિ : ( ૧ ) મહેશકુમાર નારણદાસ મગનાણી ઉ.વ .૪૨ રહે . વોર્ડ ૧૦ / એ પ્લોટ નં .૨૮૨,૨૮૩ , ગુરૂકુળ પાસે , મનં.૮.ગાંધીધામ ( ૨ ) વિનોદભાઇ ભગવાનદાસ વરલાણી ઉ.વ .૪૫ રહે ટીસીએક્સ - સાઉથ ૯૩ ગાંધીધામ
મુદામાલ : - અલગ અલગ પ્રકારના હુક્કા સેટ નંગ -૩૬ કિ.રૂ .૧૪,૪૦૦ / અલગ અલગ કંપનીના ચારકોલ ( કોલસો ) પેકેટ નંગ -૨૦૪ કિ.રૂ ૫૦,૩૦૦ / - અલગ અલગ કંપનીના ફ્લેવર્સના પેકેટો નંગ -૮૦૦ કિ.રૂ .૯૪,૪૦૦ / - હુક્કા પીવાના ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટીકની પાઇપ નંગ -૧૮ કિ.રૂ .૧૮૦૦ / - હુક્કા પીવાના ઉપયોગમાં લેવાતી પ્લાસ્ટીકની નાની ભુંગળીઓ નંગ -૧૨૪ કિ.રૂ .૬૨૦ / - માટીના કોડીયા નંગ -૪૦ કિ.રૂ .૮૦૦ / -અલગ અલગ કંપનીના સિગરેટના ફિલ્ટર પેપર પેકેટ નંગ -૫૫૨ કિ.રૂ .૧૨.૮૪૦ / ઇલેકટ્રીક સગડી નંગ -૩ કિ.રૂ .૯૦૦ / - માલની હેરાફેરી કરવા ઉપયોગમાં લેવાયેલ બ્રેઝા ગાડી નંબર જીજે - ૧૨ - ડીએસ -૩૧૯૭ કિ.રૂ .૩,૦૦,૦૦૦ / - એમ કુલ્લે કિ.રૂ .૮,૭૬,૦૬૦ /
આ કામગીરીમાં ઇન્ચાર્જ પોલીસ ઇન્સપેકટર એમ એસ.રાણા તથા એલ.સી.બી. સ્ટાફ જોડાયેલ હતો .
Comments
Post a Comment