નાગીયારીની વાડીમાં જુગાર ક્લબના સંચાલક સહિત 12 શખ્સ 2.54 લાખ સાથે જબ્બે


ઓરડીમાંથી ભુજ, અબડાસા નખત્રાણાના ખેલીઓ પોલીસની ઝપેટમાં આવ્યા

ભુજ. શ્રાવણ માસ શરૂ થાય તે પૂર્વે ઠેર ઠેર જગ્યાએ જુગારના પડ અને ક્લબો ધમધમી ઉઠી છે. માનકુવા પોલીસ મથક વિસ્તારના નાગીયારી ગામે ભુજના નામીચા ખેલીના કબજાની વાડીની ઓરડીમાં ચાલતી જુગાર ક્લબ પર પશ્ચિમ કચ્છ લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ ત્રાટકી હતી. ભુજ, અબડાસા અને નખત્રાણાના જુગારના શોખીન બાર શખ્સને 2,53,600 રૂપિયાની રોકડ રકમ અને 14 મોબાઇલ અને એક કાર સહિત 7,26,100ના મુદામાલ સાથે ઝડપી પાડ્યા હતા. પોલીસની અચાનક રેડથી જુગારીઓમાં નાશભાગ મચી જવા પામી હતી.

ખુલ્લા સેડમાં બહારથી ખેલીઓને બોલાવી જુગાર રમાડી નાલ ઉઘરાવી ઘાણી પાસાનો જુગાર રમાડતા
પ્રાપ્ત વિગતો મુજબ ભુજના પ્રમુખ સ્વામીનગર ઓધવ એવન્યુ-1માં રહેતા અને નાગીયારી ગામની સીમમાં છપરી વાડી વિસ્તારમાં વાડી ધરાવતા જીતેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા પોતાની વાડીમાં ખુલ્લા સેડમાં બહારથી ખેલીઓને બોલાવી જુગાર રમાડી નાલ ઉઘરાવી ઘાણી પાસાનો જુગાર રમાડતા હોવાની બાતમીના પગલે પોલીસે છાપો માર્યો હતો. રેઇડ દરમિયાન ક્લબના સંચાલક જીતેન્દ્રસિંહ જાડેજા સાથે અન્ય બાર ખેલીઓ પકડાઇ ગયા હતા. તેમની પાસેથી 2,53,600 રૂપિયા રોકડા અને 72,500ની કિંમતના 14 મોબાઇલ અને 4 લાખની કાર પોલીસે કબજે કરીને તમામ વિરૂધ માનકુવા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે જુગારીઓ સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી કરી હતી.

જુગારમાંથી પકડાયેલા ખેલીઓ
જીતેન્દ્રસિંહ રણજીતસિંહ જાડેજા, રાહુલ સુરેશભાઇ સોની રહે ઓધવ એવન્યુ-3 પ્રમુખ સ્વામીનગર, મીત કાંતિલાલ કોટક રહે જેષ્ઠાનગર ભુજ, ભરત ચાંપશીભાઇ શાહ રહે એકતા નગર નલિયા અબડાસા, વિનોદકુમાર ઉર્ફે કનૈયાલાલ વિઠલદાસ ઠકકર રહે મણીનગર નખત્રાણા, સંજય મોહનલાલ પવાણી રહે કૈલાશનગર ભુજ, હિરેન દયારામભાઇ સોની રહે પ્રમુખસ્વામીનગર ભુજ, નીરજ હરેશભાઇ પરમાર રહે નવાવાસ માધાપર, કેતન શાંતિલાલ ચાવડા રહે નલિયા અબડાસા, અબ્દુલ કાસમ હિંગોરજા રહે મંજલ નખત્રાણા, ભરત મંગળદાસ ઠકકર રહે મણીનગર નખત્રાણા, હાસમ સીધીકભાઇ નોતિયાર રહે છછ ફળિયા નલિયા અબડાસા સહિત 12 જુગારીઓ ઝડપાઇ ગયા હતા.





Comments