કચ્છમાં કોરોનાથી વધુ 1 મનફરાના વૃદ્ધનું મોત

  • ભુજની લેબમાંથી 7 અને અમદાવાદની લેબના 3 સહિત વધુ 10 પોઝિટિવ કેસ
  • અંતે મંગળવારે તંત્રના ચોપડે ન ચડાવાયેલા 7માંથી 4 દર્દીઓ પણ દર્શાવાયા
ભુજ. કચ્છમાં બુધવારે ભચાઉ તાલુકાના મનફરા ગામના 69 વર્ષીય વૃદ્ધનું ભુજની જી. કે. જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત થયું છે. તો બીજી તરફ ભુજની લેબમાંથી 7 પોઝિટિવ કેસ દર્શાવતો રિપોર્ટ આવ્યો છે. એ સિવાય અમદાવાદની લેબમાંથી 3 પોઝિટિવ કેસ દર્શાવતો રિપોર્ટ આવ્યો છે, જેથી જિલ્લામાં એક જ દિવસમાં વધુ 10 કોરોનાના દર્દીઓ ઉમેરાયા છે. બીજી તરફ મંગળવારે જિલ્લા આરોગ્ય તંત્રના ચોપડે ન ચડેલા જિલ્લા બહારની લેબના 4 પોઝિટિવક કેસ બુધવારે દર્શાવાયા હતા, જેથી તંત્રે મંગળવારના 10 અને બુધવારના 4 મળી કુલ 14 કેસ બતાવ્યા છે.
સાંજે તાવ, ઉધરસ, કફ અને શ્વાસ લેવામાં તકફલી જણાઈ
પ્રાપ્ત વિગતો મુજબ કોરોનાની સારવાર દરમિયાન મૃત્યુ પામેલા ભચાઉ તાલુકાના મનફરાના બેચર બચુભાઈ છેડા 4થી જુલાઈના મુંબઈથી પરત વતન આવ્યા હતા. સાંજે તાવ, ઉધરસ, કફ અને શ્વાસ લેવામાં તકફલી જણાઈ હતી, જેથી ભુજની જી.કે. જનરલ હોસ્પિટલમા દાખલ કરાયા હતા. 7મી જુલાઈના તેમના સેમ્પલનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો. જોકે, તેઓ ડાયાબીટીસના પણ દર્દી હતા. તેમને કોરોનાની સારવાર દરમિયાન બાયપેટ સપોર્ટ ઉપર રખાયા હતા. વેન્ટિલેટર સપોર્ટ પર પણ રખાયા હતા. પરંતુ, 15મી જુલાઈના સાંજે 7.10 વાગે હૃદય અને ફેફસા કામ કરતા બંધ થતા અંતિમ શ્વાસ લીધા હતા.


Comments