કચ્છમાં સસલાના શિકારના વાયરલ ફોટાએ સર્જી ચકચાર- કાયદાને ઘોળીને પી જતા શિકારીઓ વન્ય પશુ પ્રાણીઓના શિકાર સરકારના કાયદાઓ હવામાં , શિકારી પ્રવૃતિઓમાં ઉછાળો
આ ફોટાઓમાં શિકારીઓ સસલાની ચામડી ઉતારી રહ્યા છે . ફોટામાં ચારેક સસલાઓનો શિકાર થયેલો નજરે પડે છે . આ મૃત સસલાઓની ચામડી શિકારીઓ બેરહેમી પૂર્વક ઉતારી રહ્યા છે . વાયરલ થયેલા આ ફોટાઓ ભચાઉ તાલુકાના મનફરા ગામના હોવાનું ચર્ચાઈ રહ્યું છે . વાગડના ભચાઉ , રાપર પંથકમાં ખુલ્લેઆમ શિકારી પ્રવૃત્તિઓ થઈ રહી છે . જોકે , કચ્છમાં અન્યત્ર પણ શિકારી પ્રવૃતિઓ વધી છે . હમણાં જ સાંઢાઓને જીવતા પકડતો વીડીયો વાયરલ થયો હતો . તે ઉપરાંત ભુજના હબાય ગામે મૃત સસલાના અવશેષો ઝડપાયા હતા . જે , ભુજમાં ઢેલનો શિકાર કરીને આવતા બે શિકારી યુવાનોને પોલીસે ઝડપ્યા બાદ સમગ્ર રાજ્યને સાંકળતું રિવોલ્વર , બંદૂક વેચાણનું ગેરકાયદે વેચાણ નેટવર્કનું પ્રકરણ બહાર આવ્યું છે . મૂળ વાત કાયદાનો અમલ કરાવવાની છે . સરકાર દ્વારા ગૌહત્યા હોય કે રક્ષિત પશુ પક્ષીઓ માટે વન્ય પ્રાણી સંરક્ષણની વાત હોય કાયદાઓની કડકાઈ માત્ર હવામાં હોય એ રીતે બેખોફ ગેરકાયસર શિકારી પ્રવૃતિઓ અને ગૌહત્યાના બનાવો વધ્યા છે . કાયદાના અમલમાં વનતંત્ર અને પોલીસ બન્નેનું કદ ટૂંકું પડે છે , તો સરકારમાં કાયદાના અમલ માટેની ઈચ્છા શક્તિની અસર વરતાતી નથી .


Comments
Post a Comment