માર્ગોમાં ફરીને SDMએ ચલાવ્યું માસ્ક માટે જનજાગૃતિ અભિયાન, 200 લોકો દંડાયા
ગાંધીધામ-આદિપુરમાં ચિંતાજનક રીતે કોરોનાના કેસ વધી રહ્યા છે. લોકો નિયમનું પાલન કરવામાં ક્યાંક કચાસ રાખતા હોય તેવી બૂમ ઉઠે છે. કોરોના કાળમાં લોકોમાં જાગૃતિ ફેલાય અને વિશ્વાસ સંપાદિત થાય તે ઉદેશ્યથી અંજાર એસડીએમ વિમલ જોશીએ શુક્રવારે પોતાના કાફલા સાથે માર્ગો પર ઉતરી આવી અભિયાન ચલાવ્યું હતું. લાંબા સમય સુધી માર્ગો પર ફરીને વેપારીઓ અને વાહન ચાલકોને નિયમોનું પાલન કરવા સમજાવ્યા હતા. આ કાર્યવાહિમાં 200 જેટલા કેસમાં ફેસ કવર વગરના લોકોને દંડાયા હોવાનું સતાવાર સુત્રોએ જણાવ્યું હતું.
Comments
Post a Comment