કોરોના કચ્છ માં વધુ 10 દર્દી કોરોનાથી સંક્રમિત અને 15 લોકો સજા થતા રજા અપાઈ 172 દર્દી સારવાર હેઠળ

15 લોકો સાજા થતાં રજા અપાઇ, 172 દર્દી હોસ્પિટલ કે ઘરમાં સારવાર હેઠળ

ભુજ. કચ્છમાં સતત બીજા દિવસે કોરોનાના કેસ આંશિક રીતે ઘટ્યા હતા. જો કે, 10 પૈકીના 8 તાલુકાના મળીને નવા 10 કેસ પોઝિટિવ આવતાં કુલ્લ આંક 485 થયો હતો અને આ મહિનાના અંતમાં 500 થાય તેવી પ્રબળ સંભાવના સર્જાઇ હતી. બીજી બાજુ 15 દર્દી સ્વસ્થ થઇ જતાં તેમને હોસ્પિટલમાંથી મુક્તિ આપવામા આવી હતી. હાલે 172 દર્દી સારવાર હેઠળ રાખવામા આવ્યા છે.

જિલ્લા વિકાસ અધિકારીએ બહાર પાડેલી યાદી મુજબ અબડાસા તાલુકાના બીટિયારી ગામના હરેશ ઓધવજી ઠક્કર (ઉ.વ. 55) કોઇ વ્યક્તિથી સંક્રમિત થયા હતા. કોઇ હિસ્ટ્રી ન ધરાવતા અંજાર તાલુકાના દબડાના પિતા-પુત્ર પરષોત્તમ મનજી બાંભણિયા (ઉ.વ. 47) તેમજ પાર્શ્વ પરસોતમ બાંભણિયા(ઉ.વ. 21), ભચાઉ તાલુકાના લલિયાણાના મંજુબેન ભીખાભાઇ બારોટ (ઉ.વ. 25)નો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. ભુજ તાલુકાના માધાપરમાં આંબેડકર નગરમાં રહેતા જશોદાબેન મહેશ્વરી (ઉ.વ. 35), ગાંધીધામના સપનાનગરમાં નૂતન વિજયકુમાર ત્રિપાઠી (ઉ.વ. 67), આદિપુર બે વાળી લેબર કેમ્પમાં મેઘવાળ બુધારામ હરશી (ઉ.વ. 69) એમ ત્રણે દર્દી અન્ય વ્યક્તિથી સંક્રમિત થયા હતા. સુરેન્દ્રનગરથી મુન્દ્રા તાલુકાના બોરાણા આવેલા સંજય દયારામ ડાભી (ઉ.વ. 32) અને મુંબઇથી રાપર તાલુકાના ખેંગારપર આવેલા મહેશ કારાભાઇ વરચંદ (ઉ.વ. 30) કોવીડ વાયરસની ચપેટમાં આવ્યા હતા. જ્યારે નખત્રાણાના એસ્સાર પેટ્રોલ પંપ પાસે રહેતા 50 વર્ષીય પર્વતકુમાર સમલનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો.

બીજી બાજુ ભુજની જનરલ હોસ્પિટલમાં 3, મુન્દ્રાની એલાયન્સમાં 8, આદિપુરની હરિઓમ હોસ્પિટલમાં 3 અને એક દર્દી ઘરે એમ કુલ્લ 15 દર્દી સ્વસ્થ થઇ જતાં તેમને રજા આપવામા આવી હતી. ઉલ્લેખનીય છે કે, કચ્છમાં કોરોનાના કારણે અત્યાર સુધી 24 લોકોના મોત થયા છે.

આદિપુરની 10 વર્ષીય બાળકીએ કોરોનાને હરાવ્યો 
ગાંધીધામ તાલુકાના આદિપુરની 10 વર્ષીય હેતાક્ષી પ્રજાપતિએ કોરોનાને મ્હાત આપી હતી. મંગળવારે તેને હોસ્પિટલમાંથી તબીબો અને સ્ટાફ દ્વારા અભિનંદન અને શુભેચ્છા આપીને ઘરે પરત મોકલવામાં આવી હતી.

લલિયાણામાં પહેલો કેસ આવતાં ફફડાટ 
ભચાઉ તાલુકા ના લાલિયાણા ગામે કોરોના પોઝિટિવ પહેલો કેસ આવતા ગામમાં ફફડાટ ફેલાઇ ગયો હતો. મંજુલાબેન ભીખાભાઇ બારોટ સગર્ભા હોવાથી રૂટિન ચેકપ કરાવા જતા હતા ત્યારે તેમનું સેમ્પલ લેવાયું હતું અને રિપોર્ટ પોઝિટિવ આવતા મહિલાને તેમના ઘરે જ રાખવામા આવ્યા હતા.

બોરાણામાં આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યો 
મુન્દ્રા તાલુકાના બોરાણા બાયપાસ રોડ પર હરે કૃષ્ણા એલાઇન્મેન્ટ નામે ગેરેજ ધરાવતા સંજય દયારામ ડાભીને શરદી ખાંસી અને તાવના લક્ષણો જણાઈ આવતા 26/7ના રા તેનું સેમપ્લ લેવાયું હતું .જેનો રિપોર્ટ પોઝિટિવ આવતા પ્રશાસને તેના નિવાસ્થાને ધસી જઈ સંપર્કમાં આવેલા વ્યક્તિઓને ક્વોરેન્ટાઇન કરવાની કામગીરી હાથ ધરી છે.

અંજારની બાંધકામ પેઢીના સંચાલકોને કોરોના
અંજારમાં કોરોના બેકાબૂ બન્યો છે ખાસ કરીને દબડા અને આસપાસના વિસ્તારોમાં કેસો વધારે આવી રહ્યા છે તેવામાં હવે કૈલાસ નગર સોસાયટીમાં પિતા-પુત્રને કોરોના પોઝિટિવ આવ્યો છે પરસોત્તમ મનજી બાંભણિયા તથા તેમના પુત્ર પરેશ પરસોત્તમ બાંભણિયાનો રિપોર્ટ પોઝિટિવ આવતા આરોગ્ય તંત્ર ધંધે લાગ્યો છે. જાણીતી કંસ્ટ્રક્શન કંપની સાથે પિતા-પુત્ર સંકળાયેલા છે.

Comments